Abtak Media Google News

સાંસદ રામભાઇ મોકરિયાના યજમાન પદે શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં ધર્માનુરાગી શ્રોતાઓની વિશાળ ઉ5સ્થિતિ

રાજકોટમાં રેસકોર્સના વિશાળ મેદાન અયોધ્યા નગરી ખાતે સેવા કાર્યોના પ્રહરી સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર ના યજમાન પદે યોજાયેલ શ્રીમદ ભાગવત- ભાગવત કે રામ કથાના ચોથા અને પાંચમા દિવસે શનિ અને રવિવારે શહેરના ધર્મનું રાગી શ્રોતાઓની વિશાળ ઉપસ્થિતિમાં વ્યાસપીઠેથી પૂજ્ય રમેશભાઇ ઓઝા એ ભાગવત-રામાયણની જ્ઞાન અને પ્રેરણા યુક્ત ભેળ નો રસાસ્પદ કરાવ્યો હતો. આ ભેળ સાત્વિક સ્વાસ્થ્યવર્ધક અને ભવ રોગ મટાડવાની અક્ષર ઔષધી છે એમ શ્રી રમેશભાઈ એ વ્યાસ પીઠેથી ભારપૂર્વક જણાવ્યું હતું.

Advertisement

કથાયાત્રાના ચતુર્થ દીને કથાના પ્રારંભમાં પૂજ્ય  રમેશભાઈ એ કહ્યું કે, વિશ્વના માનવ સમાજ માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ બે અવતારો અગત્યના છે. વેદો સમસ્ત ધર્મનો મૂળ છે… બ્રહ્મ એવો વેદ. રામાયણ મહાભારતમાં વેદ છે. આ બંને ધર્મગ્રંથોની પવિત્ર અને પ્રેરક કથા માત્ર ઉપદેશ નથી, માનવ જીવ માટે ઉપચાર છે, ભવ રોગને મટાડવાની દવા છે. માનવીના સર્વાંગી તંદુરસ્ત જીવન માટે આવી કથાઓ શ્રેષ્ઠ છે, સંસારીઓ માટે આ કથા ઔષધ છે, અને ગોપી ગણ માટે અમૃત છે.

કથાના આગળના ઉપક્રમે પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે, આ ભાગવત કથામાં રામાયણનું મિશ્રણ છે, રામાયણના નવ મા સ્કંધમાં બે અધ્યાય ભાગવત છે, વિશ્વના માનવીઓના કલ્યાણ માટે રામાયણ અને ભાગવત કુશળ વેદો છે. રામાયણના રામ સૂર્યવંશમાં પ્રગટ થયા છે અને કૃષ્ણ ચંદ્રવંશના પ્રગટ થયા છે. ચંદ્ર મનના માલિક-દેવ છે જ્યારે સૂર્ય બુદ્ધિના. મન-બુદ્ધિમાં રહેલી વાસના નો ત્યારે જ વિનાશ થાય છે જ્યારે શ્રીરામ શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવે. વાસનાના પૂર્ણ ક્ષય વગર મોહનો નાશ થતો નથી. બુદ્ધિને નિર્વાસન કરવા માટે, શુદ્ધ કરવા માટે, સ્થિર કરવા માટે મનના માલિક-દેવ ચંદ્રનું અને બુદ્ધિના માલિક-દેવ સૂર્યનું આરાધના કરવું આવશ્યક છે. રામ ન આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. ભાગવત માય મૂળ કથા કૃષ્ણની હોવા છતાં પહેલા શ્રીરામ પધાર્યા છે, અને પછી કૃષ્ણ આવ્યા છે. માનવી રામજીની મર્યાદા નું પાલન કરે તો જ કૃષ્ણલીલા નો રહસ્ય સમજી શકે.

કાલે રવિવારે કથા ના પાંચમા દિવસે કથા યાત્રા પ્રવાહને આગળ વધારતા પૂજ્ય રમેશભાઈ ઓઝા એ શ્રોતા સમુદાયને કહ્યું માનવ માટે રામ વિનાનું જીવન સંભવ નથી. ભાગવતના કૃષ્ણ અને રામાયણના રામ બ્રહ્મ છે. રામના સમયનો ધર્મ પુત્ર હતો. કૃષ્ણના સમયમાં ધર્મને યુગમાં સ્થાપિત કરવાનો હતો. સતયુગ, ત્રેતા યુગ અને દ્વાપરયુગમાં યજ્ઞ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થતી હતી. કળિયુગમાં આજે પ્રભુના નામ સ્મરણથી ભવસાગર તરી જવાય છે. પ્રવર્તમાન કલિકાળમાં તનાવયુક્ત માનવ સમાજને ભાગવત જીવવાની નવી દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરે છે.

સત્સંગ સ્વ ને ઓળખવાની પ્રક્રિયા છે, સત્સંગથી માનવીની વૃતિ અને પ્રવૃત્તિ બદલાઈ જાય છે. રામજીના સત્સંગ કરતા પણ રામાયણનો સત્સંગ વધુ અસરકારક છે. પરમાત્મા પ્રત્યક્ષ બિરાજે છે ત્યારે જે કામ પરમાત્મા સ્વયં કરી શકતા નથી. તે કામ પરમાત્માનું નામ કરે છે રામ નામથી પથ્થર તર્યા છે, જ્યારે રામજીના હાથથી નાખેલા પથ્થરો ડુબિયાનો રામાયણમાં ઉલ્લેખ છે.

કેટલાક જીવ એવા હોય છે કે જે રામજીના દર્શનથી પણ સુધરતા નથી. રાવણને રામજીના દર્શન થયા છે પણ તે ક્યાં સુધર્યા છે? રાવણ રામજીના દર્શન કરે છે, છતાં હાથમાં ધનુષ પણ લઈને રામજી સામે યુદ્ધ કરવા તૈયાર થયો છે… યોગ્ય તો એ હતું કે રામજીના દર્શન કર્યા પછી રાવણ ધનુષબાણ ફેંકી દે અને રામજીના શરણે આવે. પણ રાવણ એવો દુષ્ટ હતો કે, રામજીના દર્શનથી પણ સ્વભાવ સુધર્યો નહીં. એવો જ ભાગવત નો દુર્યોધન. દ્વારિકા નાથના દર્શન થયા છતાં દુર્યોધન સુધર્યો નહીં. પરમાત્મા શ્રીકૃષ્ણ કૃપા કરીને દુર્યોધનને ઘરે પધાર્યા અને તેને સમજાવવા લાગ્યા. પ્રત્યક્ષ પરમાત્મા એને સમજાવે છે, છતાંય સુધર્યો નથી. માલિકને એ સામું જવાબ આપે છે. કથા વિરમમા વ્યાસપીઠેથી ઉદગારિત થયેલ કેટલીક વાતોમાં રામના સમયમાં વાલી અને રાવણ પહેલવાન અને બળવાન હતા, સીતા સ્વયંવર, રાવણ, દુર્યોધન મરી ગયા પણ કળિયુગમાં રાવણ દુર્યોધનનો વંશ વધી ગયો છે. પારકુ ધન અહીંયા કરી બેસે તે દુર્યોધન છે, અને જેની આંખમાં કામ છે, જે આ જગતના સ્ત્રી પુરુષોને કામ ભાવથી જુએ છે એ બધા રાવણ જેવા છે. પર સ્ત્રીનું જે ચિંતન કરે એ રાવણ, જે મનથી બહુ પાપ કરે એ વર્તમાન યુગના રાવણ જ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.