Abtak Media Google News

જિન શાસનમાં આરાધનાના ક્રમની પાછળ એક ચોકકસ હેતું છે શ્રઘ્ધા, રૂચિ, રમણતા આ ક્રમ છે. સમ્યગ દર્શન શ્રઘ્ધા સ્વરુપ છે. જેની શ્રઘ્ધા થાય તેવી જ ચરમબિંદુ એ ગમવા લાગે અને જે ચીજ પ્રત્યક્ષરુપે ગમવા લાગે રૂચવા લાગે તેમાં રમણતા તન્મયતા પ્રગટે

સ્વભાગમાં સ્વરુપ દશામાં સ્થિરતા તે નિશ્ર્વય ચારિત્ર છે. આવાચારિત્ર ને સાઘ્યચારિત્ર કહ્યું છે અને એને પ્રાપ્ત કરાવનાર તે સાધન ચારિત્ર છે. એટલે વ્યવહાર ચારિત્ર છે. આ વ્યવહાર ચારિત્રના બે ભેદ છે. સર્વવિરતિ અને દેશવિરતિ સાધુ પાળે તે સર્વવિરતિ અને શ્રમણોપાસક શ્રાવકો પાળે તે દેશવિરતિ, આ વ્યવહાર ચારિત્ર પ્રવૃતિ સ્વરુપ છે. જયારે નિશ્ર્વય ચારિત્ર નિવૃત્તિ સ્વરુપ છે. આનિવૃત્તિ સ્વરુપ ચારિત્રને પામવા પ્રવૃત્તિ સ્વરુપ ચારિત્ર પાળવાનું હોય છે. જ્ઞ પરિજ્ઞાથી જાણ્યુ તેને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યજવાનું છે. આમ બીનજરુરી નો ત્યાગ કરીને જરુરીને મેળવવાનું છે. પારકુ છોડીને પોતીકુ પામવાનું છે એટલે જ ચારિત્રને સ્વસુખની ઉ૫લબ્ધિ કહેવાય છે.

આપણા આત્મા પર લાગેલા કર્મચ્ના આવરણોને દુર કરવા દ્રવ્ય ક્ષેત્ર કાળ, ભાવ અને ભવ આ પાંચ કારણભૂત છુ. ચારિત્રની ઝંખના શ્રાવકના રોમ રોમમાં હોય શ્રાવક જ્ઞાન-દર્શન- ચારિત્રની આરાધના નિત્ય કરનાર હોય.

પરમાત્માએ બતાવેલ કેવલી ભાષિત ધર્મનો પ્રારંભ જ સામાયિકથી થાય છે. ભગવાન મહાવીર ને કેવળજ્ઞાન તો વૈશાખ સુદ દશમના દિવસે થઇ ગયું પરંતુ દેશના સાંભળીને વિરતિધર્મ સ્વીકાર કરનાર કોઇ જ હતું. બીજી દેશના વૈશાખ સુદ અગિયારસના અપાયાપુરીમાં થઇ ત્યાં વિરતિધર્મ ધર્મ આત્માઓએ સ્વીકાર્યો અને તીર્થની સ્થાપના થઇ પહેલા અવિરતિ ખુંચવી જોઇએ જેટલી અવિરતિ ખૂચે તેટલું સમ્યગ દર્શન નિર્મળ સમજવું શ્રાવકનો એવો મનોરથ હોય કે ઘરમાં જન્મ્યો છું પણ ઘરમાં મૃત્યુ તો નહીં જ પામું મૃત્યુ તો ઉ૫ાશ્રયમાં જ શ્રાવક માટે શબ્દો છે શ્રમણો પાસક  પણ તે સંસારનો રસિયોબનીને આજે તો વૈશ્રમણોપાસક (વૈશ્રમણ એટલે કુબેર) કુબેરનો ધનનો ઉપાસક બની ગયો છે. કમસે કમ તમે વિકલ્પ તો ઉભો રાખો કે દીક્ષા લેવી છે કે સંસાર માંડવો છે ? આવું પુછો તો ખરા તમારા સંતાનને !

નવકાર મહામંત્રના અડસઠ અક્ષર છે. એ અડસઠ ને ઉલ્ટા કરો એટલે છયાસી થાય એ અડસઠ અક્ષરના જાપની સફળતા છયાશી અક્ષરમાં છે. એ છયાસી અક્ષરનું સૂત્ર એટલે કરેમિભંતે સૂત્ર આત્માએ અનંતકાળમાં સંચય કરેલા ધર્મનો આત્મ પ્રદેશથી અલગ કરે નાશ કરે દૂર કરે તે ચારિત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.