Abtak Media Google News

સેલવાસના પદ્માવતી સોસાયટી માં નજીવી બાબતે યુવતીની હત્યા થયા ના બનાવે ખડભરાટ મચાવ્યો છે આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પદ્માવતી સોસાયટીની બાજુમા આવેલ એક ચાલીમા રહેતી યુવતી એની માતાને બચાવવાના પ્રયાસમા યુવકે યુવતીને પેટના ભાગે દસથી વધુ ઘા મારતા ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ.

પ્રાપ્ત વિગત અનુસાર સેલવસની પદ્માવતી સોસાયટી નજીક મહેશભાઈની ચાલીમા રહેતી મહિલા એની દીકરી સાથે ઘરે હતી તે સમયે સવારના નવ વાગ્યાના સુમારે સીપીએફ સિક્યુરીટીમા નોકરી કરતો મિથુન મંડલ રહેવાસી રખોલી જે અચાનક ઘરમા ધસી આવી મહિલાને મારવાનો પ્રયાસ કરતા મહિલાની દીકરી અંકિતા સંજયસિંગ રાજપૂત જેણે માતાને બચાવવાનો પ્રયાસ કરતા મિથુન મંડલે એના પેટમા વારંવાર ચાકુના ઘા માર્યાં હતા જેને કારણે યુવતી જગ્યા પર જ ઢળી પડી હતી બાદમા મિથુને યુવતીની માતાને રૂમનો દરવાજો બંધ કરી પુરી દીધી હતી.

યુવતીને ચાકુના ઘણા ઘા લાગવાને કારણે લોહી ઘણુ વહી જવાને કારણે ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ અને મિથુન ફરાર થઇ ગયો હતો આ ઘટનાની જાણ થતા એસપી,એસડીપીઓ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી જાણવા મળેલ માહિતી અનુસાર આખી ઘટના ચાલીમા લગાવવામા સીસીટીવીમા કેમેરામા કેદ થયેલી.છે સીસીટીવી ફુટેજના આધારે સેલવાસ પોલીસ આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.