Abtak Media Google News

પુછપરછ માટે બોલાવી બેરહેમીથી માર મારતા બે યુવકોના પોલીસ મથકમાં મોત નિપજયું’ તું

સ્પે. પી.પી. તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇ દ્વારા કાનુની જંગના મંડાણ

કચ્છ સહિત રાજયભરમાં ચકચાર મચાવનાર મુન્દ્રા કસ્ટોડીય ડેથ પ્રકરણમાં લાંબા કાયદાકીય જંગ બાદ બે ગઢવી યુવકની હત્યાના ગુનામાં સંડોવાયેલા પી.આઇ. સહિત સાત શખ્સો સામે અદાલતમાં ત્હોમતનામુ ફરમાવવામાં આવ્યું છે. હવે આ મામલે કોર્ટમાં કાનુની જંગ જામશે.

જાન્યુઆરી-2021માં બનેલો આ કસ્ટોડિયલ ડેથ કેસ કોર્ટની કાર્યવાહી-સુનાવણીમાં પુરાવા સહિતના મહત્ત્વના તબક્કે પહોંચ્યો છે. અંદાજિત બે વર્ષના સમયગાળા બાદ કાયદાકીય રીતે આ મુકામ ઉપ2 પહોંચ્યો છે. અત્યાર સુધી કેસના વિવિધ આરોપીઓ દ્વારા સમયાંતરે થયેલી વિવિધ અરજીઓ અને માગણીઓના અનુસંધાને આ કાયદાકીય કાર્યવાહી લંબાતી રહી હતીકિંમતી જમીન પચાવી પાડવા માટે પૂર્વયોજીત કાવતરું રચવા ગઢવી-ચારણ સમાજના અરજી ખેરાજ ગઢવી અને જોઈએ છે માત્ર બહેનો હરજોગ હિર ગઢવીને અટકાયતમાં લઇ તેમને બે દિવસ સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી બેરહેમ માર મારવા સાથે આ બન્નેની હત્યા કરાયાનો આરોપ આ આરોપનામામાં ભારતીય દંડ સંહિતાની વિવિધ ક્લમો તળે મુકાયો છે.

આ કેસમાં મુંદરા પોલીસ મથકના તત્કાલીન ઇન્સ્પેકટર જે.એ. પઢિયાર તથા ત્રણ પોલીસ કર્મચારી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ, જયદેવસિંહ અજીતસિંહ ઝાલા અને અશોક લીલાધર નાદ સહિત કુલ્લ સાત આરોપી સામે તહોમતનામું ઘડાયું છે. સમગ્ર કિસ્સાના સૂત્રધાર તરીકે સમાઘોઘા (મુંદરા)ના માજી સરપંચ એવા રાજકીય આગેવાન જયવિરસિંહ વિક્રમસિંહ જાડેજાની ભૂમિકા બતાવાઇ છે.અત્રેના પાંચમાં અધિક સેશન્સ જજની અદાલત દ્વારા કાવતરું રચીને હત્યા નીપજાવવા સહિતના આરોપો સાથેનું વિગતવારનું આ આરોપનામું ફરમાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલામાં અત્યાર સુધી કોઇ આરોપીને જામીન નથી મળ્યા. સ્થાનિકે ચીફ કોર્ટથી દેશની સર્વોચ્ચ અદાલત સુધી તહોમતદારો માટે કરાયેલી બિનતહોમત છોડી મૂક્વાની તથા જામીન અને વચગાળાના જામીન સહિતની અનેક અરજીઓ નામંજૂર થઇ ચૂકી છે.મહત્ત્વના તબક્કે પહોંચેલી આ કોર્ટ કાર્યવાહીમાં સરકાર તરફે ખાસ નિયુક્ત સરકારી વકીલ રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઇ આર. દેસાઇ તથા ફરિયાદ પક્ષ વતી અત્રેના વરિષ્ઠ ધારાશાસ્ત્રી દેવરાજભાઇ વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા, એચ.કે. ગઢવી અને એસ.એસ. ગઢવી ઉપરાંત ડી.એન. બારોટ, આર.એસ. ગઢવી, વી.પી. ગઢવી, આર.એમ. ગઢવી અને ગઢવી – ચારણ સમાજના ભુજના તમામ ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.