Abtak Media Google News

અબતક, રાજકોટ

માગશર સુદ દસમ ને તા.22 ડિસેમ્બર ને શુક્રવાર ના દિવસે એટલે કે આજે ગીતાજયંતી છે . આજે  અગિયારસ તિથિનો ક્ષય છે આથી આ વર્ષે માગસર સુદ દશમને શુક્રવારે ગીતા જયંતી છે અને સાથે મોક્ષાદા એકાદશી પણ આજે ગણાશે . ગીતા સંસારના બધાના  દુ:ખોમાંથી છુટવાનો સરળ ઉપાય છે. ગીતાને સમજી અને વ્યકિત પોતે તો મુકિત પામે છે. પરંતુ બીજા લોકોને પણ મુકિત અપાવે છે.Gita Saar Krishna1669798377 1669872166

કરોડો યજ્ઞ કરો પરંતુ ગીતાના જ્ઞાન વગર નકામુ છે. મહાત્મા ગાંધીજી કહેતા જયારે હું સંકટમાં પડું છું ત્યારે ગીતાનો સહારો લઉ છું. ભગવાન પોતે કહે છે ગીતા મારો પણ ગુરૂ છે મારૂ હૃદય છે અને અવિનાશી જ્ઞાન છે આ ગીતા મારૂ ઘર છે. અને ગીતાનો સહારો લઈ અને ત્રણેય લોકનું હું પાલન કરૂ છું. જે લોકોને પિતૃદોષ હોય તેવા લોકોએ પિતૃના આર્શીવાદ મેળવા માટે ભાગવત ગીતાનું અનુષ્ઠાન કરી શકે છે. ગીતાના પાઠ કરી શકાય છે.

 ગીતા જયંતીના દિવસે ગીતાના પુસ્તકનું પૂજન કઈ રીતે કરવું?584406594Bf9Ec81488F692B0Fbf72C41657608980 Original

સૌપ્રથમ સામે બાજોઠ ઉપર સફેદ કપડા ઉપર ગીતાનું પુસ્તક રાખવું ત્યાર બાદ તેને ચાંદલો ચોખા કરી પાચનામ લેવા કેશવાય નમ:, ૐ નારાયણાય નમ:, માધવાય નમ:, ૐ ગોવિન્દાય નમ: ૐ શ્રીકૃષ્ણાય નમ: અને ત્યાર બાદ થોડા અબીલ ગુલાલ કંકુ અર્પણ કરવા ફુલ ચડાવું નૈવેધ અર્પણ કરવું. આરતી કરવી, ગીતાજીના પાઠ કરવા અને ગીતા વાચી ન શકાય તો પેલા મહત્વ અને ત્યાર બાદ પેલો, ચોથો, નવમો, અગીયારમો, તેરમો અને પંદરમો અધ્યાયનો પાઠ કરવો અથવા કોઈ પણ એક જ અધ્યાયનો પાઠ કરવો. આમ કરવાથી ઘરમાં શાંતી રહે છે અને પિતૃદોષમાંથી મુકિત મળે છે. આખું વર્ષ દરરોજ ગીતાના એક અધ્યાયનો પાઠ દરેક ભારતવાસીઓએ કરવો જોઈએ.

આ વર્ષની સૌથી લાંબી રાત્રી

આપણા હિન્દુ પંચાગનો સંબંધ સિધ્ધો આકાશ સાથે રહેલ છે અને આકાશ મંડળમાં રહેલા ગ્રહો પ્રમાણે આપણુ પંચાગ બને છે. આપણું પંચાગ સાયન અને નીરયન પધ્ધતિ પ્રમાણે ચાલે છે. તેમાં સાયન પધ્ધતિ પ્રમાણે શુક્રવારે તા. 22-12- 23ના દિવસથી સાયન ઉત્તરાયણની શરૂઆત થશે શિશિર ઋતુ ની શરૂઆત થશે. આપણી પૃથ્વીની ધરી 23.5 ડિગ્રી નમેલી છે. આથી લાંબો દિવસ અને લાંબી રાત્રી થતી હોય છે. આથી દરેક ઋતુનો અનુભવ થાય છે. આપણી વૈદિક પદ્ધતિ પ્રમાણે અક્ષાંસ રેખાંશ પ્રમાણે દરેક ગામનું સૂર્યોદય અને સૂર્યઅસ્ત જાણી શકાય છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ જોતા સૂર્યોદય સવારે 7.23 અને સૂર્ય અસ્ત સાંજે 6.07 છે
જ્યારે ગુજરાતમાં સરેરાશ સૂર્યોદય સવારે 7.18 અને સૂર્ય અસ્ત સાંજે 5.58 છે.
આજે ગુજરાતના મોટાભાગના શહેરોના સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રમાણે સરેરાશ જોતા દિવસ 10:44 કલાકનો છે અને રાત્રી 13કલાક અને 16 મીનીટ ની રહેશે. આથી વર્ષની સૌથી લાંબી રાત્રી શુક્રવારે છે.આજનો દિવસ લાંબો થતો જશે અને રાત્રી ટૂકી થતી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.