Abtak Media Google News

નિરવ મોદી કાંડ બાદ છેલ્લા બે મહિનામાં હિરાના જવેલરીની માંગમાં ૧૦ થી ૧૫ ટકા ઘટાડો

હિરા ઉધોગ સાથે જોડાયેલા નિરવ મોદીનાં બેન્ક કાંડ બાદ ભારતમાં ચળકતા હિરાએ વિશ્વસનિયતા ગુમાવી હોવાનો ઘટસ્ફોટ એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (એસઓએમ) દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનામાં હિરા-જવેલરીની માંગમાં ૧૦ થી ૧૫ ટકા ઘટાડો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

એસઓએમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પરથી સ્પષ્ટ થયું છે કે ભારતમાં છેલ્લા બે મહિનામાં હિરા જવેલરીની માંગમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની પાછળનું મુખ્ય કારણ વિશ્વસનિયતા છે.

ખાસ કરીને જવેલર નિરવ મોદીએ કરેલો બેન્ક કૌભાંડ બાદ લોકાે હિરા જવેલરી ખરીદવાથી રીતસર પીછે હઠ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હિરાની વિશ્વસનીયતા ચકાસવા માટે કે લોકોને હિરાની પરિભાષા સમજવા માટે પુરતુ જ્ઞાન ન હોવાથી લોકો હિરા જડીત જવેલરી ખરીદ કરવાને બદલે ગોલ્ડ જવેલરી ખરીદવા પર ભાર મુકી રહ્યા છે.

નોંધનીય છે કે આ અભ્યાસક્રમમાં એવા પણ ભારણો સામે આવી રહ્યા છે કે લોકો ચળકતા હિરાની શુઘ્ધતા કેમ પારખવી તે સહિતની બાબતો અંગે પુછપરછમાં જાગૃત બન્યા છે અને લોકો હિરા જડીત આભુષણો ખરીદવાથી ડરી રહ્યા હોવાનું પણ જવેલર્સો જણાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.