Abtak Media Google News

ઈન્ડસ્ટ્રીયલ અને વેરહાઉસીંગ સેગમેન્ટ ગત વર્ષની સરખામણીએ ૧૭ ટકા વધીને ૨ કરોડ સ્કવેર ફૂટ સુધી પહોંચી જાય તેવી આશા વ્યકત કરવામાં આવી છે. છેલ્લા થોડા વર્ષી આ સેગમેન્ટમાં સુધારો તો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૬માં ઈન્ડસ્ટ્રીયલ અને વેરહાઉસીંગનું લીઝીંગ સેગમેન્ટ ૧ કરોડ સ્કવેર ફૂટ જયારે ૨૦૧૭માં ૧.૭ કરોડ સ્કવેર ફૂટ હતું.

Advertisement

આંકડાનુસાર ભારતમાં છેલ્લા બે વર્ષમાં ઓફિસ ભાડે રાખવાની ટકાવારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ ક્ષેત્ર છેલ્લા બે વર્ષમાં ૨૦ ટકા જેટલું ઉછળ્યું છે. આગામી ૨ વર્ષમાં ભારતમાં ઓફિસની જગ્યા માટે કંપનીઓ ૪૮ મીલીયન ડોલર (અંદાજીત ૩ હજાર કરોડ)નો ખર્ચ કરે તેવી ધારણા છે.

ભારતના રીયલ એસ્ટેટ ક્ષેત્રનું ટર્નઓવર ૨૦૧૮માં ફુલગુલાબી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. મોટા શહેરોમાં ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ ઝડપી શે. પરિણામે વિદેશી મુડી રોકાણ ખેંચાઈ આવશે. તેમજ સરકારી પ્રક્રિયામાં પારદર્શકતા પણ જળવાઈ રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ૨૦૧૭ની જેમ ૨૦૧૮માં પણ ઈન્ડસ્ટ્રીયલને વેરહાઉસીંગના લીઝીંગ ક્ષેત્રમાં ખૂબજ વિકાસ થશે. રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં રેડી ટુ મુવ પ્રોપર્ટીની માંગ વધી રહી છે. રેસીડેન્સીયલ સેગમેન્ટ આ મામલે અગ્રતાનો ક્રમ ધરાવે છે. ૨૦૧૮માં રેસીડેન્સીયલ માર્કેટ હરણફાળ ભરશે જેમાં એફોર્ડેબલ હાઉસીંગનો મહત્વનો ભાગ રહેશે. રેરા અને જીએસટીની પોઝીટીવ અસર ચાલુ વર્ષે જોવા મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.