Abtak Media Google News

ગોંડલ પંથકમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની છ વર્ષની દીકરી સાથે પાડોશમાં રહેતા 39 વર્ષીય અપરણીત ઢગાએ બાળકીને બિસ્કીટ લઈ દેવાની લાલચ આપી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી જવા પામી છે જેમ અમને બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે.

બાળકીની માતા સૂતી હતી ત્યારે પાડોશી શખ્સે બિસ્કિટ લઈ દેવાની લાલચ આપી જધન્ય કૃત્ય કર્યું

બના અંગેની મળતી માહિતી મુજબ ગોંડલમાં ભી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તુષાર બાબુભાઈ સરવૈયા નામના 39 વર્ષીય ઢગાએ તેના પાડોશમાં રેતી શ્રમિક પરિવારની છ વર્ષની દીકરી જ્યારે તેના ઘરે હતી ત્યારે તેની માતા બપોરના સમયે સુઈ રહી ત્યારે આરોપીએ છ વર્ષની બાળકીને બિસ્કીટ લઈ દેવાની લાલચ આપી તેના ઘરમાં જ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યું હતું જ્યારે માતાની નીંદર ઉડી જતા તેને ઢગાને જધન્ય કૃત્ય કરતા જોઈ જતા બેકારો બચાવી દીધો હતો જેમાં આસપાસના લોકો દોડી આવતા આરોપી તુષાર બાબુ સરવૈયાને પકડી લીધો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી આરોપી તુષાર બાબુ સરવૈયાની સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા ની ફરિયાદ નોધી તેની ધરપકડ કરી છે. આ બનાવ મામલે બી ડિવિઝન પોલીસના પીઆઇ જે.પી.ગોસાઈ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.