Abtak Media Google News

ફેકટરીના ટીન નંબર આપવા રૂ.૨૦ હજારની ૧૧ વર્ષ પહેલા લાંચ લેતા સેલટેક્ષ કમિશનર ઝડપાયો ‘તો

ગોંડલના જીનીંગ ફેકટરીના ટીન નં. મેળવવા માટે ૧૧ વર્ષ પૂર્વે ‚રૂ.૨૦ હજારની લાંચ લેવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે વાણીજયક વે વિભાગના કમિશ્નરને ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો છે.

Advertisement

વધુ વિગત મુજબ ગોંડલ ખાતે આવેલી બ્રાઈટ ગોલ જીનીંગ ફેકટરીના ટીન નં. મેળવવા ગોંડલની સહાયક વાણિજયક વેરા વિભાગમાં અરજી કરેલી જેમાં વેરા કમિશ્નર મહેશદાન નટવરદાન ગઢવીએ વધુ દસ્તાવેજી પુરાવા અથવા જામીનગીરી આપવી પડશે. જો જામીનગીરી રજૂ ન કરવી હોય તો આર્થિક વ્યવહાર કરવો પડશે તેમ કહી રૂ.૫૦ હજારની માંગ કરતા બંને વચ્ચે રકઝકના અંતે રૂ.૨૦ હજારમાં નકકી થયું હતુ.

ફેકટરીના માલીક દ્વારા લાંચની રકમ આપવી ન હોય આથી લાંચ ‚શ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા એસીબી શાખાએ છટકુ ગોઠવ્યું હતુ જે છટકામાં રુ.૨૦ હજારની લાંચ લેતા વેચાણવેરા કમિશ્નર મહેશદાન ગઢવી રૂ.૨૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.

તપાસનીશ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆતના અંતે સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલ, પંચની જુબાની અને દસ્તાવેજી પૂરાવા ધ્યાને લઈ અધિક સેશન્સ જજ એમ.પી. પૂરોહિતે આરોપી મહેશદાન ગઢવીને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા અને એ.પી.પી. ઘનશ્યામ ડોબરીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.