ગોંડલનાં ગેંગસ્ટર નીખીલ દોંગાને વીઆઈપી સવલતો પુરી પાડનારા જેલર રિમાન્ડ પર

કાયદાના રખેવાળ જ ‘સકંજા’માં ફસાયા

જલ્સા જેલમાં કેદીઓને સવલત આપનાર જેલરનો જેલમાંથી કબ્જો લેવાયો

ગોંડલની ‘જલ્સા’ જેલમાં જેલ વડાના ચેકીંગ દરમિયાન મળી આવેલી શંકાસ્પદ વસ્તુ અને કેદીઓને આપેલી સગવડોમાં ધરપકડ કરાયેલા જેલર ડી.કે. પરમારે ગુજસીટોક ગેંગના મુખ્ય સુત્રધાર નિખીલ દોંગાને સગવડતા ખૂલતા ગુજસીટોકની તપાસનીશ દ્વારા ડી.કે. પરમારની જેલમાંથી કબ્જો લઈ રાજકોટની સ્પ્રે કોર્ટમાં રજૂ કરતા ન્યાયધીશે આઠ દિવસની રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છે.

સૌરાષ્ટ્રભરમાં ચકચારી બનેલી ગોંડલ સબજેલની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદની ચેકીંગ સ્કોડ દ્વારા સબજેલનું ઓચિંતા ચેકીંગ હાથ ધરાતા જેલમાં રહેલા નામીચા નિખીલ દોંગા, રાજુ શેખવા સહિતનાં કેદીઓ કુંડાળુ બની ભોજનની મહેફીલ જમાવી બેઠા હોવાનું નજરે પડયું હતુ. વધુમાં જેલમાં અનઅધિકૃત પ્રેવશેલા છ જેટલા શખ્સો પણ મળી આવ્યા હોય જેલમાં ચાલી રહેલી લાલીયાવાળી અંગે જેલ તંત્ર દ્વા જેલર ડી.કે. પરમારને સસ્પેન્ડ કરી બાદમાં તેની સામે કેદીઓને મદદગારી અને સવલતો પુરી પાડવા અંગે ગુન્હો નોંધી ગોંડલ પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. દરમ્યાન ગેંગસ્ટર નિખીલ દોંગા સહિત તેની ગેંગના સાગ્રીસામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાતા પોલીસે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથક્ષ નિખીલનો કબ્જો મેળવી પૂછપરછ કરતા ગોંડલ સબજેલમાં જેલર ડી.કે. પરમારે તેને આપેલી વીઆઈપી સગવડો અંગે સનસની વિગતો બહાર આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

ગોંડલની જેલમાં આપેલી સગવડો આપવાને પગલે ગુજસીટોકના તપાસનીશ સાગર બાગમારે સસ્પેન્ડ જેલર ડી.કે. પરમારની સંડોવણી ખૂલતા તેનો જેલમાંથી કબ્જો લઈ વધુ સ્ફોટક માહિતી એકઠી કરવા ડી.કે.પરમારને સ્પે. કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રાજકોટની કોર્ટમાં રજૂ કરતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે ઉપસ્થિત સ્પ્રે. પી.પી. તુષાર ગોકાણીની લેખીત મોખીક દલીલ તેમજ તપાસ દ્વારા કરવામાં આવેલા સોગંદનામાના આધારે ન્યાયધીશે સસ્પેન્ડ જેલર ડી.કે. પરમારને તા.૧.૧.૨૧ સુધીના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છે.