Abtak Media Google News
  • ભાડો ફૂટતા ટ્રાન્સપોર્ટ સંચાલકને બે દિવસમાં માલ આપી જવાનું કહી કરી છતરપિંડી

રાજકોટ, શહેરના ગોંડલ રોડ પર આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી રીન્કુ દવે નામનો આરોપી અન્ય કંપનીનો રૂા. 3.70 લાખનો સામાન લઈ ગયાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. .

કોઠારીયા કોલોનીમાં રહેતાં અને શ્રી ટ્રાન્સપોર્ટ કંપનીના નામે પેઢી ધરાવતાં દર્શનભાઈ જયકિશનભાઈ બાલા  નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દિલ્હીની  કંપની દ્વારા તેની ટ્રાન્સપોર્ટમાં રાજકોટની કંપનીના નામે ગેસના ચુલાના સ્પેરપાર્ટસનું પાર્સલ આવ્યું હતું. તેની ટ્રાન્સપોર્ટ પેઢીમાંથી અવાર- નવાર રીન્કુ માલની ડીલેવરી લઈ જતો હોવાથી તેને ઓળખતા હતા. ગઈ તા.13-12-2023ના રોજ રીન્કુ ગોંડલ રોડ પર આવેલી તેની ટ્રાન્સપોર્ટ ઓફિસે આવ્યો હતો.જયાં તેણે રાજકોટની કંપનીના નામની રસીદ વોટસએપથી મોકલી કહ્યું કે તે આ કંપનીનો માણસ છે, જેથી ડીલેવરીમેને તેને પાર્સલ આપી દીધું હતું. થોડા દિવસો બાદ તે કંપનીનો માણસ પાર્સલની ડીલેવરી લેવા આવ્યો ત્યારે રીન્કુ ખોટી માહિતી આપી પાર્સલ લઈ ગયાની જાણ થઈ હતી. જેથી તેને કોલ કરતાં કહ્યું બે દિવસમાં માલ પરત આપી જશે, હાલ તેની તબીયત ખરાબ છે.ઘણા કોલ કર્યા હતા. પરંતુ રીન્કુ માલ પાછો આપતો ન હોવાથી આખરે તેના વિરૂધ્ધ માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.