Abtak Media Google News

1લી ઓક્ટોબરથી નવા નિયમની અમલવારી થવાની સંભાવના

Google Facebook

નેશનલ ન્યૂઝ

ઓનલાઈન ગેમિંગ કંપનીઓ બાદ સરકાર ટૂંક સમયમાં ગૂગલ, ફેસબુક, એક્સ અને અન્ય એડટેક કંપનીઓ પર 18 ટકા જીએસટી લાદી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈંડારેકટ ટેકસિસના નોટિફિકેશન મુજબ આવી કંપનીઓએ ટેક્સ ચૂકવવો પડશે. સરકારના આ નિર્ણયથી ક્ધટેન્ટ સર્જકોને મોટો ફટકો પડી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈંડારેકટ ટેકસિસના નોટિફિકેશન મુજબ હવે ઓનલાઈન કમાણીઓ પર 18 ટકા જીએસટી લાદવામાં આવી શકે છે. આવો વિગતે જાણીએ કે ઓનલાઈન ગેમિંગ પર જીએસટી બાદ કઈ કંપનીઓ પર જીએસટીની તલવાર લટકી રહી છે.

ઓનલાઈન ગેમિંગ પછી ઓનલાઈન એડવર્ટાઈઝીંગ, ક્લાઉડ સર્વિસ, મ્યુઝિક, ઓનલાઈન એજ્યુકેશન એટલે કે એડટેક કંપનીઓ પર પણ જીએસટી લાગુ કરી શકાય છે. નાણા મંત્રાલયના આ આદેશ અનુસાર હવે વિદેશી ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પાસેથી વ્યક્તિગત ઉપયોગ માટે ઓનલાઈન સેવાઓની આયાત જીએસટીના દાયરામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોફ્ટવેર વેચતી કંપનીઓ, નેટફલિકસ અને એમેઝોન જેવા ક્ધટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા કંપનીઓ અને જાહેરાતો હોસ્ટ કરતી સર્ચ એન્જિન કંપનીઓ જીએસટીના દાયરામાં આવશે. જો કે, કર જવાબદારી સુનિશ્ચિત કરવાની જવાબદારી સેવાઓના આયાતકર્તા એટલે કે અંતિમ લાભાર્થીની રહેશે.

Gst On Google

GST કેવી રીતે નક્કી થશે?

આ ટેક્સ વસૂલવાની અને તેને ભારત સરકારમાં જમા કરાવવાની જવાબદારી સેવાના નિકાસકારને આપવામાં આવી છે. તમે તેને આ રીતે સમજી શકો છો કે તમે ક્ધટેન્ટ ક્રિએટર છો અને તમે ફેસબુક, યુટ્યુબ અથવા ટ્વીટર થી કમાણી કરી રહ્યા છો. આ આવક જાહેરાત આવકમાંથી છે, જે ઓ ઓઆઇડીએઆર ના કાર્યક્ષેત્રમાં છે. હવે આવા સંજોગોમાં 1 ઓક્ટોબરથી તેના પર 18 ટકા જીએસટી લાદવામાં આવી શકે છે. જો કે, આ કિસ્સાઓમાં, સેવા આપતી ટ્વીટર , ફેસબુક, યુટ્યુબ જેવા સામગ્રી સર્જકને પ્લેટફોર્મ પ્રદાન કરતી કંપની હોય, તો તે જીએસટી ચૂકવવા માટે પણ જવાબદાર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.