Abtak Media Google News

રાષ્ટ્ર ધ્વજના અપમાન કર્યા અંગેનો સરકાર પક્ષે ગુનો નોંધાયોતો

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સામેના સરકાર પક્ષે નોંધાયેલા કેસ પાછા ખેચવા સરકાર દ્વારા નિર્ણય લેવાતા હાર્દિક પટેલ સામે ગત તા.૧૮-૧૦-૨૦૧૫ રોજ ખંઢેરી સ્ટેડીયમ ખાતે દેખાવ કરવા માટે આવ્યો ત્યારે તેને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યા અંગેનો સરકાર પક્ષે પી.એસ.આઇ. પી.જી.રોહડીયાએ ગુનો નોંધ્યો હતો. તે કેસ પાછો ખેચરવા સરકારી વકીલ જરૂરી કેસ પેપર સાથે પડધરી કોર્ટમાં પહોચ્યા છે. ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત અને આફ્રિકા વચ્ચે રમાનાર મેચ દરમિયાન સરકાર વિરૂધ્ધ દેખાવ કરવાની હાર્દિક પટેલે જાહેરાત કર્યા બાદ ઘંટેશ્ર્વર પાસે પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરી ત્યારે તેની પાસે રહેલા રાષ્ટ્ર ધ્વજ ઉંધો ફરકાવતા પી.એસ.આઇ. પી.જી.રોહડીયાએ તેની રાષ્ટ્ર ધ્વજના અપમાન અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

રાષ્ટ્ર ધ્વજના અપમાન અંગેના કેસની પડધરી કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી અને બે મુદતમાં હાર્દિક પટેલ ઉપસ્થિત પણ રહ્યો હતો. દરમિયાન સરકાર દ્વારા તેની સામેના તમામ કેસ પડતા મુકવાનો નિર્ણય કરતા જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાને કેસ કાર્યવાહી પુરી કરવા સુચના આપી હોવાથી સરકારી વકીલ અતુલ પટેલ પડધરી કોર્ટમાં જરૂરી કેસ પેપર સાથે પહોચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.