Abtak Media Google News

બીપીસીએલમાં સરકાર પોતાની ૫૨%ની હિસ્સેદારી ખાનગી કંપનીને વહેંચશે!!

કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ખાનગીકરણ અંગે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની ગુરુવારની બેઠકમાં સરકાર સંચાલિત ઓઇલ રિફાઇનરી કંપનીઓમાં વિદેશી રોકાણની સીમા વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે બીપીસીએલમાં સરકારને તેમનો હિસ્સો વેંચવામાં મદદ મળશે.

અધિકારીઓના મત મુજબ, સરકારી રિફાઇનરીમાં વિદેશી કંપનીઓના રોકાણની સીમાને વધારીને ૪૯% થી ૧૦૦% કરી દેવામાં આવી છે. હાલ સુધીમાં સરકારી રિફાઇનરઆ ઓટોમેટિક રુટ મારફત ૪૯% એફડીઆઈની મંજૂરી હતી. જેના કારણે હાલ સુધી બીપીસીએલને કોઈ વિદેશી કંપનીના હવાલે કરી શકાતી ન હતી.

નોંધનીય છે કે, સરકારને બીપીસીએલ માટે ત્રણ એક્સપ્રેશન ઓફ ઇંટ્રેસ્ટ મળ્યા હતા એટલે કે, કુલ ત્રણ કંપનીઓએ બીપીસીએલનો હવાલો સાંભળી લેવા રસ બતાવ્યો હતો. જેમાંથી બે વિદેશી કંપનીઓ છે. જેમણે સરકારનો સંપુર્ણ ૫૨.૯૮% હિસ્સો ખરીદી લેવા ઈચ્છા વ્યક્ત કરી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર,  ફક્ત વિદેશી રોકાણકારોની સીમા વધારવા અંગે જ નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલ સરકાર ફક્ત બીપીસીએલમાં પોતાનો હિસ્સો વહેંચી રહી છે. દેશની સૌથી મોટી ઓઇલ રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન હજુ પણ સીધી સરકારની દેખરેખમાં રહેશે. જો કે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સરકારી કંપની ઓએનજીસીની સબસિડિયરી કંપની છે. સરકારે માર્ચ ૨૦૦૮માં સરકારી ઓઇલ રિફાઇનરી કંપનીઓમાં એફડીઆઈની સીમા ૨૬% વધારીને ૪૯% કરી હતી.

બીપીસીએલમાં સરકારનો હિસ્સો ખરીદવાની રેસમાં ભારતીય કંપની વેદાંતા, અમેરિકાની એપોલો ગ્લોબલ અને થિંક ગેસ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.