Abtak Media Google News

બાસમતી ચોખાની આડમાં અન્ય ચોખાની પણ નિકાસ થતી હોય સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે રૂ. 98ના લઘુતમ ભાવ નક્કી કર્યા હતા. પરિણામે નિકાસકારોમાં વિરોધના સુર ઉઠ્યા છે. હવે સરકાર આ લઘુતમ ભાવની સમીક્ષા કરી તેને ઘટાડે તેવા એંધાણ મળી રહ્યા છે.

સરકાર બાસમતી ચોખાના ટન દીઠ 1,200 ડોલરના લઘુત્તમ નિકાસ ભાવની સમીક્ષા પર સક્રિયપણે વિચારણા કરી રહી છે.  ચોખાના નિકાસકારોના સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ દર ટન દીઠ 850 ડોલરની આસપાસ લાવવામાં આવે. ઓગસ્ટના અંતમાં, સરકારે પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાના સંભવિત ગેરકાયદેસર શિપમેન્ટને રોકવા માટે પ્રતિ ટન 1200 ડોલરથી નીચે બાસમતી ચોખાની નિકાસને મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો હતો.

હાલ લઘુતમ ભાવ રૂ.98 અમલમાં, જેને ઘટાડી 69 કરી આપવા નિકાસકારોની માંગ

રવિવારના રોજ એક નિવેદનમાં, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચોખાના સ્થાનિક પુરવઠાને વધારવા અને કિંમતો તપાસવા માટે વિવિધ પગલાં લીધા છે.એક પગલાં એ છે કે બાસમતી ચોખાની નિકાસ માટે 1200 ડોલર પ્રતિ ટન અને તેથી વધુના મૂલ્ય સાથેના કરારો માત્ર 25મી ઓગસ્ટ 2023 થી અમલી રજીસ્ટ્રેશન – કમ – ફાળવણી પ્રમાણપત્ર માટે રજીસ્ટર થઈ શકે છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે ગયા નાણાકીય વર્ષ દરમિયાન લગભગ 45 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી.  ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં દેશમાંથી 18 લાખ ટનની નિકાસ થઈ છે. 2021 અને 2022માં બાસમતી ચોખાની સરેરાશ નિકાસ કિંમતો 900 ડોલર પ્રતિ ટન હતી. આ વર્ષે, 25 ઓગસ્ટના રોજ સરકારના 1200 ડોલર પ્રતિ ટનથી નીચેના કોન્ટ્રેક્ટ્સ રજીસ્ટર ન કરવાના નિર્ણય પહેલા તે લગભગ રૂ. 1050 પ્રતિ ટન હતા, એમ તેઓએ જણાવ્યું હતું.

આ મુદ્દાની સમીક્ષા કરતી વખતે, સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય બજારોમાં પાકિસ્તાન સહિત અન્ય દેશો બાસમતી ચોખાનું વેચાણ કરે છે તે કિંમતને પણ ધ્યાનમાં લેશે.

નિવેદનમાં, મંત્રાલયે સમજાવ્યું કે પ્રતિ ટન મૂલ્ય  1200 ડોલર નક્કી કરવામાં આવ્યું હતું કારણ કે સરકારને બિન-બાસમતી સફેદ ચોખાના ખોટા વર્ગીકરણ અને ગેરકાયદેસર નિકાસ અંગે વિશ્વસનીય ક્ષેત્રીય અહેવાલો પ્રાપ્ત થયા હતા, જેની નિકાસ 20મી જુલાઈ 2023 થી પ્રભાવિત કરવામાં આવી છે.

હવે, બાસમતીનો નવો પાક આવવાનું શરૂ થઈ ગયું છે અને જ્યારે નવો પાક આવવાનું શરૂ થાય છે ત્યારે સામાન્ય રીતે ભાવમાં ઘટાડો જોવા મળે છે, તેમ સરકારે સમીક્ષાની જરૂરિયાત માટે તર્ક આપતા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.