Abtak Media Google News

ભારત દ્વારા આયાત કરાયેલા રશિયન ક્રૂડ પર ડિસ્કાઉન્ટ છેલ્લા બે મહિનામાં લગભગ બમણું વધીને બેરલ દીઠ 8થી10 ડોલર થઈ ગયું છે. જો કે તેની પાછળનું કારણ એ છે કે રિફાઈનર્સે સપ્લાયરો પર દબાણ લાવી દીધું હતું અને થોડા સમય માટે રશિયન ક્રૂડના વપરાશમાં ઘટાડો કર્યો હતો. જેને પગલે ડિસ્કાઉટનું પ્રમાણ વધ્યું છે.

દેશની કુલ ક્રૂડની ખરીદીમાં રશિયાથી આયાત થતા ક્રૂડનો હિસ્સો ઓગસ્ટમાં 33 ટકાથી વધી સપ્ટેમ્બરમાં 38 ટકા થયો

વધુમાં રશિયાએ ક્રૂડ ઉપરણડિસ્કાઉન્ટ વધારતા આયાતમાં પણ વધારો થયો છે, જેના કારણે ભારતની એકંદર ક્રૂડની આયાતમાં રશિયન તેલનો હિસ્સો ઓગસ્ટમાં 33%થી વધીને સપ્ટેમ્બરમાં 38% થયો છે.    ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા કુલ ક્રૂડની ખરીદીમાં રશિયન ઓઈલનો હિસ્સો લગભગ અડધો છે અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ક્રૂડનો ત્રીજા ભાગનો હિસ્સો છે.

રિફાઇનર્સ સપ્લાયર્સની પસંદગીના આધારે યુએસ ડોલર અને યુએઇ દિરહામનો ઉપયોગ કરીને રશિયન તેલ માટે ચૂકવણી કરે છે. પરંતુ સરકારે આ અંગે રિફાઈનર્સ સમક્ષ નારાજગી વ્યક્ત કર્યા પછી ચીની યુઆનમાં ચૂકવણી બંધ થઈ ગઈ છે, એમ તેઓએ જણાવ્યું હતું.  ચાઇના તેના ચલણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો ધ્યેય રાખે છે અને તેલની ચૂકવણી માટે તેનો ઉપયોગ તે કારણને ઘણી મદદ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.