Abtak Media Google News

ચાલુ મહિને રિઝર્વ  બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોનીટરી પોલીસી રિવ્યૂ થયા બાદ સરકાર ધરખમ સુધારા કરવા તરફ: ઘરઆંગણે મેન્યુફેક્ચરીંગ સેક્ટરને પ્રોત્સાહીત કરી નિકાસમાં વધારો કરવા તૈયારી

બજારમાં સુસ્તી વ્યાપેલી હોવાનો ઉલ્લેખ અનેક વખત ર્અ શાીઓ કરી ચૂકયા છે. આવા સંજોગોમાં સરકાર પણ ઘણા અંશે એવું માનવા લાગી છે કે બજારને હવે બુસ્ટર ડોઝની જરૂરીયાત ઉભી ઈ છે. ફેબ્રુઆરીના પ્રમ સપ્તાહમાં બજેટ જઈ રહ્યું છે. ત્યારે સરકારે બજેટ પહેલા જ બુસ્ટર ડોઝ આપવા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેનું ચેક લીસ્ટ બનાવ્યું છે. આ ચેક લીસ્ટમાં સનિક સ્તરે મેન્યુફેકચરીંગમાં વધારો, નિકાસકારોને પ્રોત્સાહન, કરવેરામાં સુધારો અને ઈપીએફને ફલેકસીબલ બનાવવા સહિતની બાબતોનો સમાવેશ થય છે.

સરકાર છેલ્લા ૩ કવાર્ટરમાં જોવા મળેલી સુસ્તીના કારણે વિરોધ પક્ષો અને ર્અ શાીઓની ટીકાનો ભોગ બની ચૂકી છે. તાજેતરમાં જ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ર્અતંત્રમાં વ્યાપેલી સુસ્તી પાછળ વડાપ્રધાન કાર્યાલયમાં જ સત્તાનું કેન્દ્રિકરણ હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આવી રીતે અનેક વખત સરકારની ટીકા ર્આકિ પગલા મામલે ઈ ચૂકી છે. ઓકટોબર મહિનાના પ્રમ સપ્તાહમાં ભારતીય ર્અતંત્ર સોથી સંકળાયેલી મુખ્ય કડી એટલે કે વાહનોના વેંચાણમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. જો કે, ર્અતંત્રના પાયાના અન્ય સેકટરમાં કોઈ ખાસ સુધારો યો ની. સપ્ટેમ્બર મહિનામાં મેન્યુફેકચરીંગની ટકાવારી ૫૧.૪ જેટલી હતી જે ઓકટોબરમાં ઘટી ૫૦.૬ એ પહોંચી જતાં સરકારની ચિંતામાં વધારો યો છે. બીજા કવાર્ટરમાં સરકારે ક્રેડીટ ગ્રો અને મુડી રોકાણ વધારવા માટે કેટલાક પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. જેમાં રહી ગયેલી ખામીઓ મામલે પણ સરકાર ટીકાનો ભોગ બની ચૂકી છે. કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવા સહિતના સરકારના પગલા બજારની હાલની પરિસ્થિતી માઠી અસર પહોંચાડશે તેવી દલીલ ઈ હતી.

7537D2F3 7

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડિસેમ્બર મહિનામાં મોનીટરી પોલીસીનો રિવ્યુ કરવા જઈ રહી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા મોનીટરી પોલીસી કમીટીની રચના કરવામાં આવી છે. આરબીઆઈ પોલીસી જાહેર કરતા પહેલા બજેટની રાહ જોઈ રહી છે. આ ઉપરાંત વાર્ષિક ખાદ્ય મુદ્દે પણ આરબીઆઈની બાજ નજર છે. તાજેતરમાં અખીલેશ રંજનની કમીટી દ્વારા નાણા મંત્રાલયને કરદાતાઓને કેટલીક રાહતો આપવાની રજૂઆત ઈ હતી.

ભારતીય ર્અતંત્રને કોર્પોરેટ ટેકસમાં ઘટાડા સહિતના પ્રોત્સાહનો આપ્યા બાદ પણ ટૂંકાગાળે સારી અસરો જોવા ન મળતા હવે જીએસટી કલેકશન અને તેના કોમ્પેન્ઝેશન ઉપર સરકારની નજર ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ક્ધઝપ્શન ટેકસનો ટાર્ગેટ પુરો નહીં ાય તેવી પણ ધારણા છે. આગામી ૧૮ ડિસેમ્બરના રોજ જીએસટી કાઉસીલની બેઠક મળવા જઈ રહી છે ત્યારે જીએસટીની આવકમાં વધારો થાય તેવા  હેતુી સરકાર સ્લેબમાં ફેરફાર કરે તેવી શકયતા પણ સેવવામાં આવી રહી છે.

લોકોની ખરીદશક્તિ વધારવા બચત નહીં પરંતુ વધુ ખર્ચ કરી શકે તેવો સોશિયલ સિક્યોરિટીનો નવો મંત્ર

અમેરિકા સહિતના વિકસીત દેશોમાં બચત નહીં પરંતુ લોકોની ખરીદ શક્તિ પર વધારે ધ્યાન દેવામાં આવે છે. વિકસીત દેશોની સોશ્યલ સિક્યુરીટીની વ્યાખ્યા ભારત કરતા ખુબજ અલગ છે. ભારતમાં બચત કરવા ઉપર વધુ જોર દેવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં લોકોની ખરીદ શક્તિ વધારવા માટે સરકાર બચત નહીં પરંતુ ખર્ચ વધુ કરી શકે તે પ્રકારનો સોશ્યલ સિક્યુરીટીનો મંત્ર ફૂંકવા જઈ રહી છે. ઓર્ગનાઈઝ સેકટરના લાખો કર્મચારીઓને તાજેતરમાં પારિત યેલું સોશ્યલ સિક્યુરીટી કોડ બીલ અસર કરી ગયું છે. હાલ બેઝીક સેલેરીમાંથી  ૧૨ ટકા જેટલી રકમ પ્રોવિડંડ ફંડ તરીકે લેવામાં આવે છે. જો કે હવે નવા બીલ મુજબ આ રકમ ઘટાડવામાં આવી છે. પરિણામે કર્મચારીના હામાં પગારની રકમ અગાઉની સરખામણીએ વધુ રહેશે. જો કે તેની બચત ઘટી જશે. સરકારે ઈપીએફઓ અને ઈએસઆઈસીને એકઠા કરવાની જગ્યાએ તેના સને સોશ્યલ સિક્યુરીટી ફંડનો પ્રસ્તાવ મુક્યો છે. સરકાર કર્મચારીઓના વેલફેરનું કારણ આગળ ધરી નવી મુકાયેલી દરખાસ્તોને ફગાવી રહી છે. નવા બીલ મુજબ નવી ખુલતી સંસમાં ૧૦ કે ૧૦ી વધુ કર્મચારી કામ કરતા હોય તો તેમને કર્મચારીઓને ઈએસઆઈસી હેઠળ અલગ અલગ લાભ આપવાના રહેશે. સરકારે વિવિધ ૮ કામદાર કાયદામાંથી  એક સોશ્યલ સિક્યુરીટી કોડ બનાવ્યો છે. જેમાં કર્મચારીઓના પીએફ સહિતના વિવિધ પાસાઓને સરકાર દ્વારા આવરી લેવામાં આવ્યા છે. એકંદરે સરકાર બજારમાં નાણાની તરલતા જળવાઈ રહે તે માટે કર્મચારીના હામાં આવતો પગાર વધે તેવા હેતુી પીએફમાં કપાતી રકમનો ઘટાડો કરવા જઈ રહી છે. જો કે, પીએફની રકમમાં યેલો ઘટાડો કર્મચારીની બચત પણ ઘટાડશે.

નોટબંધીના ત્રણ જ વર્ષમાં‚પિયાની તરલતા ૧૩ લાખ કરોડથી વધી ૨૧ લાખ કરોડે પહોંચી!!!

માર્ચ ૨૦૧૯ સુધીના આંકડા મુજબ ર્અતંત્રમાં નાણાની તરલતા ૨૧ લાખ કરોડે પહોંચી ચૂકી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં આ તરલતા રૂપિયા .૧૩ લાખ કરોડ જેટલી હતી તેવી વિગતો સંસદમાં આપવામાં આવી છે. માર્ચ ૨૦૧૯ સુધીમાં સર્ક્યુલેશનમાં હોય તેવી ચલણી નોટની કુલ વેલ્યુ ૨૧ લાખ કરોડ હતી. વર્ષ ૨૦૧૭-૧૮માં સર્ક્યુલેશનમાં હોય તેવી ચલણી નોટોની વેલ્યુ ૧૮ લાખ કરોડ હતી. જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭માં આ વેલ્યું ૧૩ લાખ કરોડની હોવાનું મંત્રી અનુરાગસિંગ ઠાકુર દ્વારા જણાવાયું છે. નોંધનીય છે કે માર્ચ ૨૦૧૬ સુધીમાં ભારતીય ર્અતંત્રમાં સર્ક્યુલરમાં હોય તેવી ચલણી નોટોની વેલ્યુ ૧૬.૪ લાખ કરોડ હતી.  નોટબંધી બાદ નાણાની તરલતામાં કઈ પ્રકારનો ફેરફાર યો છે તેવા પ્રશ્ર્નના જવાબમાં મંત્રી અનુરોગસિંગ ઠાકુરે આ જવાબ આપ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ તા.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ રૂપિયા.૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય કાળા નાણાને નાવા અને આતંકવાદને પોષવા અપાતું ફંડ રોકવા માટેનો હતો.  તેમણે આ પ્રશ્ર્નોતરી દરમિયાન ડિજીટલ ઈન્ડિયા પ્રોગ્રામી આવેલી જાગૃતિ અંગે પણ પ્રકાશ ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઈ-તાલ પ્લેટફોર્મ પરના ઈ-ટ્રાન્જેકશનના આંકડા મુજબ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં ૧૪૫૪ કરોડ જેટલા ઈ-ટ્રાન્જેકશન યા હતા. ઉપરાંત આ સીસ્ટમમાં ૩૭૦૨ સર્વિસ પણ નોંધવામાં આવી હતી.

અર્થતંત્રની સૂસ્તી ઉડાડવા નિકાસને વધુ પ્રોત્સાહન અપાશે

ભારતના ર્અતંત્રમાં તેજી લાવવા માટે નિકાસ ક્ષેત્રને નજર અંદાજ કરી શકાય તેમ ની. આગામી ફેબ્રુઆરીમાં સરકાર બજેટ જાહેર કરવા જઈ રહી છે. ત્યારે તા.૧ જાન્યુઆરી સુધીમાં સરકારે ગાર્મેન્ટસ અને ઈલેકટ્રોનિકસની નિકાસમાં અપાતા વધારાના ૨ ટકાના પ્રોત્સાહનો બંધ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ નિર્ણયી ૩ બીલીયન ડોલરના મોબાઈલ એકસ્પોર્ટ સેગમેન્ટને અસર થશે. ટૂંકાગાળા માટે નિકાસકારોને આ નિર્ણય મુશ્કેલ લાગશે પરંતુ સરકાર જાન્યુઆરી મહિનાી નિકાસને પ્રોત્સાહિત કરવા અનેક પ્રોત્સાહનો આપે તેવી ધારણા પણ સેવવામાં આવી છે. નિકાસની પ્રોડકટ્સ ઉપર સરકાર લાંબા સમયી વિવિધ ઈન્સેન્ટિવ સ્કીમ ચલાવી રહી છે. જેના પરિણામ ભારતમાં એપલ, વિવો, ઓપો, ફોકસકોન સહિતની વિદેશી કંપનીઓએ ઉત્પાદન વધારી નિકાસ કરવા આગળ આવવાનો નિર્ણય લીધો હતો. લાવા કંપની દ્વારા તાજેતરમાં જ અમેરિકાની વિવિધ કંપનીઓ પાસેી ડિવાઈસ બનાવવાનો ઓર્ડર મેળવવામાં આવ્યો હતો. સરકાર વધારાની બે ટકા ઈન્સેન્ટીવ આપતી સ્કીમ પરત લેશે પરંતુ ફેબ્રુઆરીમાં બજેટ દરમિયાન નિકાસને પ્રોત્સાહિત કરવા માટે અન્ય મસમોટા પ્રોત્સાહનો નિકાસકારોને આપે તેવી શકયતા નિષ્ણાંતો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.