Abtak Media Google News

ચીનના ઉંવાનમાંથી શરૂ થયેલા કોવિડ-૧૯ કોરોનાના રોગચાળાએ સમગ્ર વિશ્વને ખૂબ જ ટૂંકા ગાળામાં ભરડામાં લઈ લીધું છે અને લાખોની સંખ્યામાં લોકો આ બીમારીનો ભોગ બની ચૂક્યા છે ત્યારે સમગ્ર વિશ્વના માનવ સમાજ માટે આ ભયંકર મહામારીથી સુરક્ષિત રહેવાની સવિશેષ જવાબદારી આવી પડી છે તેવા સંજોગોમાં વિશ્વના બીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવતા ભારતમાં આ સામૂહિક ધોરણે ફેલાતી મહામારી સામે કાળજીની

સ વિશેષ જવાબદારી બને તે સ્વભાવિક છે.

આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંકલનમાં રહી ૨૨ માર્ચે જનતા કરફયૂ અને ત્યારબાદના લોકડાઉનના અલગ-અલગ તબક્કાઓના માધ્યમ થી આજ સુધી દેશને સુરક્ષિત રાખવામાં સરકાર સફળ થઇ છે ત્યારે હવે આ મહામારી સામે સુરક્ષિત રહેવાની સામાજિક જીવનમાં એક સ્વયંભુ સિસ્ટમનો સંચાર થઇ ચૂક્યું છે ત્યારે લાંબા સમયથી બંધ રહેલી  શારીરિક પ્રવૃત્તિઓ શરૂ કરવા તરફ સરકારે પ્રયાણ કર્યું છે અને ધોરણ ૮ ૯ અને ૧૦ ન વર્ગખંડો શરૂ કરવા માટે તૈયારી આરંભી દીધી છે ત્યારે ખૂબ જ લાંબા વેકેશન અને ઘરમાં રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શાળાઓ ખોલવાનો એક રોમાંચ અને સાથે સાથે આ મહામારીમાં સંતાનોને શાળાએ મોકલવા અંગે અસમંજસ અંગેની સ્થિતિ અને ગભરાટનું વાતાવરણ ઊભું થયું છે.

જોકે સરકારે શાળાઓને વર્ગખંડોની ક્ષમતા તે અડધી સંખ્યા શિક્ષકો વિદ્યાર્થીઓ વચ્ચે સલામત અંતર સંપૂર્ણ સંકુલ નું સેનેટાઈઝર અને દરવાજાના નકૂચાથી લઈને જે વસ્તુ સામૂહિક ધોરણે સંપર્કમાં આવતી હોય તેનું ખાસ સેનેટ રાઈઝર કોમ્પ્યુટર લેબ અને શૈક્ષણિક સાધનો આલ્કોહોલથી પ્રક્ષાલન જેવી માર્ગદર્શિકાઓ સાથે શિક્ષણકાર્ય શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે શાળા સંચાલકોની સાવચેતી રાખવાની સવિશેષ જવાબદારી બની રહેશે લોટ માં નમકની માત્રામાં શૈક્ષણિક ક્ષેત્રે કેટલાક તત્વો નફાખોરીના કારણે મૂળભૂત સિદ્ધાંતો અને ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા હોવાની વ્યાપક ફરિયાદો મળે જ છે.

શાળાની મંજૂરી મુજબ વર્ગખંડોની સંખ્યા, પાણીની વ્યવસ્થા અને રમતના મેદાનની જોગવાઈઓને લાંચ આપીને ચલાવી લેતા ભ્રષ્ટાચારી કેળવણીકારો નિવૃત્તિ કોવિડ-૧૯ના આ સંક્રમણના યુગમાં વિદ્યાર્થીઓની સલામતીને બાબતે આઘી પાછી ન થાય તેની ખાસ તકેદારી રાખવાની તંત્રની વિશેષ જવાબદારી બનશે કોરોના સંક્રમણના યુગમાં બાળકોના આરોગ્યની સો વિશેષ જાળવણીની શાળા સંચાલકોની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા  થવી જોઈએ તેમાં બેમત નથી. આપણા સમાજમાં કહેવત છે કે ડાકણ પણ એક ઘર છોડી દે છે તેવી રીતે જ્યારે લાંબા સમય પછી શાળાઓ ખોલવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે શાળા સંચાલકોને નફા ખોટનો હિસાબ કર્યા વગર સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવવી પડશે.

વિદ્યાર્થીઓ પણ લાંબા સમય સુધી ઘરમાં રહીને કંટાળ્યા છે મોટાભાગના વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ મેળવવાની પ્રથા નોકરીઓ કર્યો છે પરંતુ તેમાં શિક્ષકો દ્વારા રૂબરૂ ભણાવવામાં આવતી હોય તેવી ફાવટ આવી નથી ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ શાળામાં જવા ઉત્સુક છે શાળા સંચાલકોએ પણ ૫૦% વર્ગખંડની સંખ્યાના નિયમન માટે અલાયદી વ્યવસ્થા કરવાની રહેશે સતત પણે વિદ્યાર્થીઓનું આરોગ્ય પરીક્ષણ અને સાવચેતી જવાબદારી નિભાવવાની રહેશે સરકારે હાઇસ્કૂલ શિક્ષણ શરૂ કરવાની પરવાનગી આપી છે અને ધીરે ધીરે કોલેજો પણ શરૂ થવાની છે ત્યારે હવે કેળવણીકારો અને વાલીઓની સવિશેષ સાવચેતીનો સમયગાળો શરૂ થયો છે.

આ માટે શિક્ષણ વિભાગથી લઈને શાળા સંચાલકો વિદ્યાર્થીઓનું પરિવહન વ્યવસ્થા સાથે સંકળાયેલા વાહનચાલકો શિક્ષકો વાલીઓ વ્યવસ્થાપકોની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ આ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે સજાગતા દાખવવી પડશે. ઈશ્વર પાસે આ તકે આપણે એ પ્રાર્થના કરવાની રહે કે ક્યારે ન જોઈ હોય તેવી પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છે ત્યારે વર્તમાન અને આવનાર સમયમાં દરેક પોતાની જવાબદારી સવિશેષ નિષ્ઠાપૂર્વક બચાવે શાળાનું કાર્ય લાંબા સમય પછી શરૂ થવાનું છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને કપરી પરિસ્થિતિ વચ્ચે પોતાનું ભવિષ્ય નિર્માણ કરવા માટે ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.