Abtak Media Google News
  • કપાતમાં જતી 96 જમીન પૈકી 43 જમીન ધારકકોને જમીન સામે જમીનની માગણી કરી હોય જેમાં વેચાણ સમય કોર્પોરેશનની એનઓસી લેવાની અને 10 ટકા રકમ ભરપાઈની જોગવાઈમાંથી મળશે મુક્તિ

શહેરના ગૌરવપથ એવા કાલાવડ રોડને મોટા માવા સ્મશાનથી ન્યારી ડેમ રોડ કોર્નર સુધી પહોળો કરવા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ  કરવામાં આવી હતી. જેમાં જમીન કપાત સામે જમીનની માગણી કરનાર 43 જમીન ધારકોને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિશેષ છૂટછાટ આપવામાં આવી હતી. જેને રાજ્ય સરકાર દ્વારા પણ માન્ય રાખવામાં આવી હોવાનું અત્યંત વિશ્વનીય સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. ટૂંક સમયમાં રોડ પહોળો કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવશે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કાલાવડ રોડને પહોળો કરવા માટે મોટા  મવા સ્મશાન પાસેથી લઈ ન્યારી ડેમ રોડ સુધી કોર્પોરેશનની હદમાં આવતો હયાત રોડ 150 ફૂટનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યું હતું. લાઈન ઓફ પબ્લિક પબ્લિક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં કુલ 96 મિલકતધારકોની મિલકત કપાતમાં આવે છે.

જે પૈકી 43 પ્લોટ હોલ્ડરોએ કપાતમાં જતી જમીનની સામે જમીનની માગણી કરી છે.જ્યારે 17 જમીન માલિકોએ કપાતના બદલામાં માર્જિન એફએસઆઇની માગણી કરી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્ત અગાઉ છ વખત પેન્ડિંગ રાખવામાં આવ્યા બાદ નવી બોડી નિર્ણય લીધો હતો. જેમાં કપાતમાં જતી જમીન સામે 43 જમીન ધારકોને વિશેષ છૂટછાટ આપવામાં આવી હતી.હાલ જમીન કપાતમાં જાય અને તેના બદલામાં જમીન આપવામાં આવે તો આ જમીનના વેચાણ કોર્પોરેશનની મંજૂરી લેવી પડે છે.જમીન વેચાણની 10% રકમ કોર્પોરેશનમાં ભરપાઈ કરવાની હોય છે  જેમાં આ કેસમાં  સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કોર્પોરેશનની મંજૂરી લેવાની અને 10% રકમ ભરતભાઈ છૂટછાટ આપી હતી.મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ દરખાસ્તને વહીવટી મંજૂરી આપતા પૂર્વે રાજ્ય સરકાર પાસે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સરકારમાં પેન્ડિંગ હતી.અભિપ્રાય આપવા મામલે થોડી કવેરી સાથે કોર્પોરેશનમાં દરખાસ્ત પરત મોકલવામાં આવી હતી.જે કોર્પોરેશને હાલ કરી હતી. દરમિયાન તાજેતરમાં સરકાર દ્વારા જમીન ધારકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.સ્ટેન્ડિંગ કમિટીએ જે દરખાસ્ત મંજૂર કરી છે. તેની અમલવારી કરી આગળની કાર્યવાહી શરૂ કરી દેવા જણાવવામાં આવ્યું હોવાનું વિશ્વસનીય સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે.

ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા કાલાવડ રોડને કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આવે એલઓપીના કેસમાં આ સિસ્ટમ કાયમી ધોરણે લાગુ થઈ જશે જો કોઈ જમીન ધારક કપાતમાં જતી જમીન બદલામાં જમીન માગણી કરશે તો તેને મોટા મોવાના કેસ મુજબ કોર્પોરેશન વિશેષ જોગવાઈ આપવાની રહેશે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.