Abtak Media Google News

માલધારીઓ સામે પોલીસ ફરિયાદ બાદ કેસની કોર્ટમાં સુનાવણીથી રખડતા ઢોરનો ગુચવાયેલા પ્રશ્ર્નેનો નિકાલ અદાલતે હાથમાં લીધો

રાજયના જાહેર માર્ગ પર રખઢતા ઢોરના કારણે અવાર નવાર સર્જાતા જીવલેણ અકસ્માત સહિતની ઘટના અંગે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઇકોર્ટ દ્વારા સરકારને પશુપાલકો સામે એફઆઇઆર કરવા આદેશ કરી ત્રણ જ દિવસમાં નક્કર કાર્યવાહી કરવાના કરેલા આદેશના પગલે તંત્ર હરકતમાં આવી અદાલતમાં કેટલોક લુલો બચાવ રજુ કર્યો છે.

રખડતા ઢોરના કારણે એક જ સપ્તાહમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવવાની અને અનેક ઘવાયાની ઘટના અંગે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અદાલતે આ બાબતને ગંભીર ગણી છે. અને સરકાર કેમ આ બાબતે એફઆઇઆર કરતી નથી તેવો સવાલ કર્યો હતો. પશુના કારણે માર્ગ અકસ્માત સર્જાય ત્યારે પણ પોલીસ દ્વારા વાહન ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધે છે પરંતુ પશુ જાહેરમાં રખડતું હોવાના કારણે અકસ્માત થયો તે અંગે કાર્યવાહી કરવી જરૂરી ગણાવી છે.

મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોર જાહેર માર્ગ પર અઢીંગો જમાવીને બેસતા હોય છે. જેના કારણે જાહેર માર્ગ પર પસાર થવું વાહન ચાલક માટે મુશ્કેલ બને છે. ઢોર દ્વારા જ રસ્તા રોકો આંદોલન ચાલતું હોય તેવી સ્થિતી સર્જાય છે. વાહન ચાલકોને થતી હાલાકીનો પ્રશ્ર્ન ગંભીર છે આ બાબતે વાહન ચાલક સામે નહી પણ જેનું પશુ છે. તેની સામે જ કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે.

જાહેર માર્ગ પર બેસી વાહન ચાલકોને અડચણ ઉભી કરવામાં આવે છે ત્યારે વાહન ચાલકથી પશુ સાથે અકસ્માત થયા ત્યારે પશુના માલિકો વાહન ચાલકો સાથે ઝઘડો કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા હોય છે. પશુને પકડવાની કામગીરી કરતા સ્ટાફ સાથે પણ પશુપાલકો ઝઘડો કરી તેની ફરજમાં રૂકાવટ કરવાની પણ ઘટના બનતી હોવાથી આ તમામ મુશ્કેલીનો અંત લાવવા માટે હાઇકોર્ટ દ્વારા આકરૂ વલણ દાખવી ગુનો નોંધવામાં આવે તે જરૂરી છે. આ અંગેની ટ્રાયલ પણ અદાલત ગંભીરતા સાથે ચલાવે તે જરૂરી બન્યું હોવાનું ટાકવામાં આવ્યું છે.

  • રઝળતા ઢોરની સાર સંભાળ સરકાર રાખશે !
  • રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોરને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરાશે

Untitled 1 Recovered Recovered Recovered 15

રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોરના કારણે છાશવારે જીવલેણ અકસ્માત સર્જાય છે. હાઇકોર્ટ દ્વારા રેઢીયાળ ઢોર પ્રશ્ર્ને રાજ્ય સરકારને આકરી ટકોર કર્યા બાદ સરકાર સફાળી જાગી છે. હવે રખડતા ઢોરની સાર સંભાળ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. આ માટે 10 કરોડ રૂપિયાની માતબર જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યની આઠ મહાનગર પાલિકા તથા 156 નગર પાલિકા વિસ્તારમાં આજથી રખડતા ઢોર પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ગુજરાતની જનતાને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે અને પશુપાલકોને પણ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે પશુપાલકો પાસે પોતાના પશુધનને સાચવવાની વ્યવસ્થા નથી તેઓ પોતાના પશુઓને ઢોરવાડામાં મૂકી શકશે. જેની સાર સંભાળ પણ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં

આવશે. ઢોર ડબ્બા સુધી પશુઓને પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ સરકાર જ ઉઠાવશે. મહાપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ઢોરવાડા બનાવવા માટે 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પશુપાલકો, નાગરિકો કે પશુઓને કોઇ જ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે. આઠ મહાપાલિકા અને 156 નગરપાલિકા વિસ્તારોમાં રખડતા ઢોર પકડવા ખાસ ઝુંબેશ શરૂ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.