Abtak Media Google News

કેન્દ્ર સરકારે ગ્રામ્ય બેંકોનાં એકીકરણને લઈ હરકતમાં

ગ્રામ્ય વિસ્તારોની જયારે વાત કરવામાં આવે ત્યારે બેંકો હોવા છતાં ત્યાંના સ્થાનિક લોકો બેંકો તરફ જાણે ઉદાસીનતા સેવી રહ્યા હોય તેવા માહોલનું સર્જન થયું છે ત્યારે કેન્દ્ર સરકાર ફરીથી ગ્રામ્ય બેંકોને બેઠી કરવા માટે કયા પગલા લેવા તે અંગે હાલ વિચારી રહ્યું છે ત્યારે સુત્રોનાં જણાવ્યા અનુસાર ગ્રામ્યની બેંકોનાં એકીકરણને લઈ હાલ સરકાર વિચારણા હેઠળ કામગીરી કરી રહી છે.

Advertisement

વધુમાં વાત કરવામાં આવે તો જે રીતે મોદી સરકારે ડિજિટલ ઈન્ડિયાનું સપનું સેવ્યું હતું ત્યારે ડિજિટલાઈઝેશનને વધુ પ્રાધાન્ય આપવા અને તેને વેગ મળે તે માટે ગ્રામ્ય બેંકોને ડિજિટલાઈઝેશન તરફ આગળ લઈ જવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને સરકારે બેંકની સવલત પુરી પાડવા છતાં તેઓ બેન્કિંગ ક્ષેત્રનો સહેજ પણ ફાયદો ઉઠાવતાં નથી જેનાં કારણે બેંકોની હાલત પણ ખુબ જ કથળેલી બની ગઈ હોય તેવું સામે આવ્યું છે ત્યારે સરકાર દ્વારા ગ્રામ્ય બેંકોનો નાણા પુરી પાડતી રીઝનલ બેંકને એકીકરણ કરવાનો નિર્ણય લીધેલો છે જેનાં કારણે આ બેંકો ફરીથી બેઠી થઈ શકે અને તેની કામગીરી પૂર્ણત: સારી રીતે કરી શકે. જયારે બીજીતરફ સરકારનું સપનું એ પણ છે કે, ગ્રામ્ય વિસ્તારનાં લોકો બેંકિંગ પ્રણાલીને વધુને વધુ અપનાવે અને ડિજિટલાઈઝ તરફ આગળ વધે. એકીકરણનાં માધ્યમથી સરકાર કુલ ૫૬ રીઝનલ રૂરલ બેંકોની સંખ્યામાં ઘટાડો કરી ૩૮ સુધી કરવાનો નિર્ણય લીધેલો છે.

ત્યારે જો રીઝનલ રૂરલ બેંકનાં માળખાની વાત કરવામાં આવે તો તેમાં ૫૦ ટકા કેન્દ્ર સરકાર, ૩૫ ટકા નાણા આપતી બેંકો તથા ૧૫ ટકા રાજય સરકારનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષનાં બજેટમાં કેન્દ્ર સરકારે રીઝનલ રૂરલ બેંકને કુલ ૨૩૬ કરોડ રૂપિયા આપવાનું નકકી કર્યું છે ત્યારે ગ્રામ્ય બેંકોને નાણા આપતી સ્પોન્સર બેંક પણ રીઝનલ બેંક સાથે વિલિનીકરણ કરશે તો નવાઈ નહીં.

જયારે સરકાર દ્વારા ગ્રામ્ય બેંકોનાં મેગા પ્લાનને લઈ તથા ગ્રામ્ય બેંકોને મજબુતી આપવા હાલ તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. લોકસભામાં જયારે આ અંગે પ્રશ્ન ઉદભવિત થયો હતો ત્યારે મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાયનાન્સનાં મંત્રી અનુરાગ ઠાકુરે લેખિત જવાબ આપતા જણાવ્યું હતું કે, આર.આર.બી. એટલે કે રીઝનલ રૂરલ બેંક માટે રીકેપીટલાઈઝેશનને લાગુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.