Abtak Media Google News

અવધપુરી સોનાની નગરી સોનગઢમાં ભગવાન મહાવીરના 2550 મંગલકારી નિર્માણ મહોત્સવની અને સત્પુરુષ ગુરુદેવ કાનજી સ્વામીના તત્વ પ્રભાવના યોગમાં આધ્યાત્મપુરી સોનગઢમાં સૌરાષ્ટ્રના આદિનાથ દિગંબર   જીન બીમ કલ્યાણકપ્રતિષ્ઠા મહોત્સવ ની ભાવભર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશના સિદ્ધવાડા છબી જબલપુર ભોપાલ ઇંદોર ગ્વાલિયર અને ભારત સહિત સમગ્ર વિશ્વના હજારો જીન વાણી તત્વ રસિક ભાવિકો ધર્મ આરાધનામાં સામેલ થયા છે.

ગુજરાત સહિત સમગ્ર વિશ્વના હજારો જૈન શાસન સેવક જૈન ભાવિકોએ લીધો ધર્મલાભ

Img 20240123 Wa0050

સોનગઢ ખાતે યોજાઈ રહેલા મહોત્સવ અંગે જીન  શાસન સેવક દીપકભાઈ રાજ જેને જણાવ્યું હતું કે મંગળ મહોત્સવના ચોથા દિવસે સોમવારે 22 જાન્યુઆરી બાલ તીર્થકર આદિ પ્રભુના મંગલકારી ઉત્સવ બનાવીને અલગ અલગ અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા જેનો આરંભ વહેલી સવારે મંગલ બેલા પર પ્રભાતફેરીથી થયો હતો. ત્યાર પછી મોટી સંખ્યામાં શ્રાવકોએ અયોધ્યા નગરીમાં જિનેન્દ્ર પૂજન કરી વીતરાગી દેવ શાસ્ત્રો ગુરુ ની આરાધના કરી ઇન્દ્રસભા અને રાજસભામાં પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનના જન્મના વધામણા થતા જ સમગ્ર નગરમાં મંગલ ગાન જોય ઘોષ ગુંજી ઉઠ્યો હતો Img 20240123 Wa0049 ભગવાન આવશો રે અષ્ટ કુમારીકાઓ 56 કુમારીકાઓએ સુંદર ભક્તિ નૃત્ય કરી વાતાવરણ ધર્મમય બનાવ્યું હતું 1008 મંગલ જોલ કલસ છો દ્વારા અભિષેક કરીને શોભાયાત્રા સમગ્ર નગરીમાં ફરી હતી સંધ્યા સમયે સંજયભાઈ શાસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ વર્ધમાન મંડળ સાથે યુવા ગાયક કલાકાર સંજીવ જૈન ઋષભ શાસ્ત્રી શ્રુતિ જૈન સુબોધ જૈન દેવેન્દ્ર જૈન કુમાર દિવ્યા દ્વારા ગીત સંગીતનો ભવ્ય કાર્યક્રમ અને જીનેન્દ્ર ભક્તિથી હજારો ભાવિકોને બોલાવ્યા હતા ત્યારબાદ પ્રવચનોમાં ગુરુદેવની સીડી પ્રવચનો નો લાભ આવી કોઈ લધો હતો.

બીજા દિવસે આજે મંગળવારે 23મી જાન્યુઆરીએ તપકલ્યાણક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.