Abtak Media Google News

દેશ વિદેશના કલાકારો તથા હાથીઓ વચ્ચે ક્રિકેટ મેચ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં

રાજકોટની જનતાના મનોરંજન માટે ગુરૂવારથી રેસકોર્ષ મેદાન મુકામે ગ્રેટ ગોલ્ડન સર્કલની શરૂઆત થઈ છે. જેનું ઉદઘાટન શહેરનાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હસ્ત કરવામાં આવ્યું હતુ. દેશ વિદેશના કલાકારોની કલા સાથે હાથીઓની ક્રિકેટ મેચએ બધા દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતુ.

Vlcsnap 2018 06 08 11H15M12S58

અત્યાર સુધી સર્કસ શાસ્ત્રી મેદાનમાં આવતા હતા પરંતુ લોકોની સગવડને ધ્યાનમાં રાખી આ વખતે ગ્રેટ ગોલ્ડન સર્કસનું આયોજન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. અને સાથે આશા વ્યકત કરી હતી. કે રેસકોર્ષ ખાતે સર્કસને સારો અભિપ્રાય મળશે. સર્કસના મેનેજર સાથે વાત કરતા વધુમાં જણાવ્યું હતુ કે રાજકોટની જનતાએ પાંચ વર્ષથી સારૂ સર્કસ નિહાળ્યું નથી. વચ્ચેના સમયગાળામાં જે સર્કસો આવેલા તેમાં પશુઓનાં ખેલ પર પ્રતિબંધ હોવાથી પશુઓની કોઈ રમત ગમ્મત ન હતી પરંતુ ગ્રેટ ગોલ્ડન સર્કસ હાથીઓને બે ટીમમાં વિભાજીત કરી ક્રિકેટ મેચ રમાડવામાં આવશે.

Vlcsnap 2018 06 08 11H16M17S190જેનો લાહવો ફકત બાળકોને જ નહિ. મોટાઓને પણ જોવાની મજા આવશે. સર્કસમાં આફ્રિકા રશિયન કલાકારો સાથે મણીપૂરમ કલાકારો પણ કલાનું પ્રદર્શન કરશે. બીજા સર્કસોથી અલગ પ્રદર્શન મણીપૂરમ કલાકારો દ્વારા કરવામાં આવશે અને સર્કસના મેનેજરનું ચેલેન્જથી કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટના લોકોએ આટલુ સા સર્કસ નિહાળ્યું નહિ હોય આજથી પાંચ વર્ષ પહેલા ગોલ્ડન સર્કસ રાજકોટમાં આવેલુ પરંતુ હવે પાંચ વર્ષ સુધી એક અલગ સ્વ‚પ સાથે પાછુ આવ્યું છે.

Vlcsnap 2018 06 08 11H15M38S65

ગુરૂવારના રોજ ધમાકેદાર ઉદઘાટન થયેલ છે. ગ્રેટ ગોલ્ડન સર્કસનું ઉદઘાટન અનુપમસિંહ ગેહલોત રાજકોટ સીટી પોલીસ કમિશ્નર, હરીશભાઈ જોષી ભાજપ કાર્યાલય મંત્રી, જયંતભાઈ ઠાકર, આરએમસી ભાજપ કાર્યાલય મંત્રી, મહેશભાઈ રાઠોડ શહેર ભાજપ મંત્રી તથા એ.એ. જોન સર્કસ માલીક, બસીરભાઈ મેનેજર અને હરિશભાઈ પારેખ અને મૌલિક પારેખ ચારૂ પબ્લીસીટી તથા મીડીયા જગતના પરિવારજનો તથા રાજકોટ શહેરના સર્કસ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2018 06 08 11H15M03S215

રાજકોટની જનતા એકવર આવીને સર્કસ નિહાળશે ત્યારે લોકોને ખબર પડશે કે કેટલુ સારૂ પ્રદર્શન છે. ગુજરાતમાં સર્કસ જયાં પણ શો થાય છે ત્યા લોકો પોતાનું જ સર્કસ સમજી નિહાળે છે. બીજાના સર્કસોમાં જોવા મળતી કલાઓને એક નવા સ્વરૂપે ગોલ્ડન સર્કસમાં રજૂ કરવામાં આવે છે. લગભગ એક મહિના સુધી રોજના ત્રણ શો ૩.૩૦ , ૬.૩૦, ૯.૩૦ વાગે રજૂ કરવામાં આવશે સાથે મેનેજરએ રાજકોટથી જનતાને અપીલ છે કે, આવો એકવાર સર્કસ જોવો અને તેનો આનંદ માણો સાથો સાથ વરસાદની ઋતુ નજીક આવતા તંબુની સુવિધા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વરસાદનું પાણી તંબુમાં નહિ આવે તેની ગેરંટી લેવામાં આવી છે.

Vlcsnap 2018 06 08 11H15M26S195

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતુ કે આજે રાજકોટના ઘર આંગણે આ રેસકોર્ષ ગ્રાઉન્ડ પર ગ્રેટ ગોલ્ડન સર્કસ આવનાર ૩૫ દિવસ માટે શરૂઆત થઈ છે. આજે એનું ઉદઘાટન કરવામાં આવેલું છે. અને આપણા રાજકોટીયનસ જેને રંગીલા કહે છે જે લોકો એન્જોય કરવા આવત રહે છે.તો લોકો આવનાર ૩૫ દિવસ એન્જોય કરે નવા નવા કરતબ દેખે, આપની કલાઓ અને જે પણ પેટીશન્સ બધા જોયે એવી રાજકોટવાસીઓને શુભેચ્છા પાઠવું છું આ લોકો વધુમાં વધુ સુરક્ષા સાથે એન્જોય કરે સાથોસાથ અમે પણ સૂચના આપી દઈએ સુરક્ષાનાં તમામ સાધનો અને તમામ પ્રિકોસિન્સ રાખીયે જોઈએ આથી આવનાર ૩૫ દિવસ ખૂબ ટેન્સન મુકત તરીકે એ ખૂબ એન્જોય કરી શકે.

Vlcsnap 2018 06 08 11H14M26S109

ખૂબ સરસ કલાઓ જે બચપનથક્ષ જોતા આવી છે. તે ખૂબ સરસ કલાઓ હતી જેપીંગની અને તમામ કલાઓ પણ એવા રહેશે એવી ઉમીદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.