Abtak Media Google News

જીએસટી ઉપરાંત મનોરંજન કર અને વેટની જોગવાઇમાં ફેરફાર કરતા બે બિલ પણ રજુ: ઈંધણ અને દા‚ના વેરાને બાદ કરતા તમામ ચીજવસ્તુ જીએસટીમાં આવરી લેવાશે

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નું મહત્વનું બિલ ગુજરાત વિધાનસભામાં મંગળવારે પસાર કરવામાં આવશે. તે સો રાજય સરકાર દ્વારા વર્ષો જૂની કર પ્રણાલિમાં ધરખમ ફેરફાર શે અને ગણતરીની ચીજ વસ્તુને બાદ કરતા તમામને જીએસટીનો નવો કાયદો લાગુ પડશે. રાજય સરકાર દ્વારા જીએસટીમાં કરવામાં આવેલી મુખ્ય જોગવાઇમાં દરેક રજિસ્ટર યેલી વ્યક્તિએ પોતાના ધંધાના મુખ્ય સ્ળે રજિસ્ટ્રેશન પ્રમાણપત્રમાં માલ કે સેવાને લગતા છ પ્રકારના વ્યવહાર પર હિસાબ રાખવા પડશે. જીએસટીની નિયત જોગવાઇનો ભંગ કરે તેને માટે આકરા દંડી લઇને જેલની સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ૯ મે એ વિધાનસભાના ખાસ સત્રમાં જીએસટીનું બિલ રજૂ કરવામાં આવશે. જેમાં જીએસટીને લગતી જોગવાઇઓની વિસ્તૃત સમજ આપવામાં આવશે. જીએસટી ઉપરાંત ગુજરાત સનિક સત્તા મંડળ કાયદા સુધારા બિલ જેમાં મનોરંજન કર ઉઘરાવવાની સત્તા સરકારના બદલે સનિક સત્તા મંડળને આપવી અને વેટમાં જે ચીજવસ્તુઓ હાલ છે તેને બાકાત રાખવી કે ઉમેરવી તે મળીને કુલ ૩ વિધેયક પસાર કરવામાં આવશે. સરકાર જીએસટી કાઉન્સિલની ભલામણોના આધારે જાહેરનામાી સેવાના પુરવઠાના વર્ગ નિર્દિષ્ટ કરી શકશે. કાઉન્સિલ દ્વારા રાજય જીએસટી બિલનો મોડેલ ડ્રાફ્ટ મંજૂર કરીને રાજય વિધાનસભામાં મંજૂર કરવા તમામ રાજયોને પસાર કરવા મોકલી આપવામાં આવ્યો છે જેી તેનો તા.૧ જુલાઇી અમલ કરી શકાય. જીએસટીની મુખ્ય જોગવાઇઓ મુજબ જે વ્યક્તિ રજિસ્ટર ાય તેણે ધંધાના મુખ્ય સ્ળે માલના ઉત્પાદન કે તે બનાવવા માટેના, માલના પુરવઠા અવા સેવા કે તે બન્નેની આવક-રવાનગીના, માલના સ્ટોકના, લાભ લીધેલી ઇનપુટ વેરા શાખના, ચૂકવવાપાત્ર અને ચૂકવેલા આઉટપુટ વેરાના અને ઠરાવવામાં આવેલી અન્ય વિગતના પૂરતા ધંધાના દરેક સ્ળને લગતા હિસાબો તે સ્ળોએ રાખવા પડશે. હિસાબો ઇલેક્ટ્રોનિક સ્વરૂપ (ફોર્મ)માં પણ અન્ય વિગતો સો રાખીને જાળવી શકાશે. રજિસ્ટ્રેશનનો ભંગ કરવામાં આવ્યો હશે તો તે રદ પણ કરી શકાશે. વેરાની ચૂકવણી કરવામાં સતત નિષ્ફળ જાય, ઇનપુટ વેરા મુદ્દે છેતરપિંડી કરવામાં આવી હોય કે છળકપટ આચરીને રિફંડ મેળવ્યું હોય તેવા કિસ્સામાં ફોજદારી ગુનો પણ ઇ શકશે. જેમાં દોષિત ઠરવા બદલ પાંચ વર્ષની મુદત સુધીની કેદ અને દંડની શિક્ષા પણ કરી શકાય તેવી જોગવાઇ જીએસટીમાં રાખવામાં આવી છે.

Advertisement

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લાગુ કરતાં પહેલા રાજ્યોની વિધાનસભામાં તેને પસાર કરવું આવશ્યક હોવાી મંગળવારે ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર મળી રહ્યું છે. આ સત્ર પૂર્વે રાજ્યના શાસક પક્ષ અને વિપક્ષના તમામ સભ્યોને જીએસટી બિલની જોગવાઇઓ અને તેના ઉદ્દેશોી વાકેફ કરવા માટે આજે સ્વર્ણિમ સંકુલ ખાતે એક વિશેષ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ એવી ટકોર કરી હતી કે, આ પક્ષ હોય કે પેલો પક્ષ હોય, સરકારને કામો કરવા માટે કરવેરાની આવક જરૂરી હોય છે. એમાંી અમે આવીશું તો આમ માફી આપી દઇશું ને તેમ કરી દઇશું એવું બહુ કરી શકાતું હોતું ની. પરંતુ એટલું કહેવું છે કે વેરા નવા લાગુ વા જઇ રહ્યા છે ત્યારે વેપાર-ઉદ્યોગમાં કોઇ ખોટી રીતે દંડાય નહીં અને સરકાર પોતાને તાં નફામાંી ોડુંક જનતાને આપે તો ઘણી રાહત ાય. પ્રજાને ચીજવસ્તુઓ સસ્તી મળે એટલું જોવું જોઇએ.

આ સેમિનારમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જીએસટીને વન નેશન વન ટેક્સની લાંબા સમયની માંગને પૂર્તિ કરનારું કદમ ગણાવ્યું હતું. દેશના કરમાળખાના સુધારાની દિશામાં જીએસટી એક મહત્વપૂર્ણ એક્ટ સાબિત શે. ગ્લોબલાઇઝેશનના આજના યુગમાં અન્ય રાષ્ટ્રોની સમકક્ષ ભારતને ઊભું રહેવા જીએસટી સ્તુત્ય પગલું છે. રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, અગાઉ અલગ અલગ રાજ્યોમાં જુદી જુદી વસ્તુઓમાં ટેક્સ અંગે જે વધઘટ હતી તે અસમાનતા દૂર શે અને સમાન કરમાળખું લાગુ શે. આ તબક્કે તેમણે જીએસટી કાઉન્સિલમાં સર્વાનુમતે તેમજ સંસદમાં પણ એ જ રીતે બિલ પસાર યું છે ત્યારે ગુજરાતમાં ઉપભોક્તાને કેન્દ્ર સને રાખી જીએસટીને સર્વાનુમતે પસાર કરવામાં આવ તેવી અપેક્ષા સેમિનારમાં વ્યક્ત કરી હતી.વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ લાક્ષણિક શૈલીમાં ટકોર કરી હતી કે, બજેટ હોય ત્યારે મુખ્યપ્રધાન, પ્રધાનમંડળના સભ્યો તેમજ શાસક પક્ષના સભ્યો તેને આવકારતા હોય છે અને વિપક્ષ એ પોતાની રીતે મુલતવીને તેનો પક્ષ રજૂ કરતો હોય છે. ત્યારે આ બિલ સર્વાનુમતે સંસદમાં પસાર યું છે ત્યારે મંગળવારે ગૃહના સભ્યો પણ આવી જ રીતે ચર્ચા કરે તે આવશ્યક છે.નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે કાયદાને ઐતિહાસિક અને આવનારા સમયમાં દેશના ર્અતંત્ર વેપાર જગતમાં મોટો વેગ આપનારો ગણાવ્યો હતો. પ્રારંભમાં નાણાં વિભાગના અધિક મુખ્યસચિવ અનિલ મુકિમે સેમિનારનો હેતુ સમજાવ્યો હતો. વેચાણવેરા સ્પેશિયલ કમિશનર પી.ડી. વાઘેલાએ જીએસટીની સમજ આપતું પ્રેઝન્ટેશન કર્યું હતું. મુખ્યસચિવ જે.એન. સિંઘ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.