Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સયુલ જનરલ ડો.ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગર ખાતે લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોનાયુલેટ જનરલે જણાવ્યું કે, આગામી વાયબ્રન્ટ સમિતિ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ વધારવા જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટીનેશન બનાવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકની વિવિધ ચર્ચાઓ દરમ્યાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ભૂમિકા આપતા સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, જાપાન ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે તો આર્થિક અને ઔદ્યોગિક શકિત તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકશે.

તેમણે જાપાનના પ્રધાનમંત્રીની ગુજરાતમાં અમદાવાદની મુલાકાતની યાદને તાજી કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાતથી ગુજરાતને મહત્તમ લાભ થયો છે. સીએમ રૂપાણીએ કોરોનાના કપરા કાળ વચ્ચે પણ જાપાને સફળતા પૂર્વક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને પોતાની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે તે માટે અભિનંદન પાઠવ્યા.

જાપાન કોનસ્યુલેટ જનરલ પણ ગુજરાતના વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેના ઔદ્યોગિક વિકાસથી તેઓ પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરતા આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાનની સહભાગિતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન,ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા,ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્સ બિના એમ.ડી.નીલમ રાની અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રી એ જાપાન કોંસ્યુલેટ જનરલને સ્મૃતિ ભેટ પણ આ અવસરે અર્પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.