Abtak Media Google News

નિર્મળતા-મૃદુતા સાથે નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી શ્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની  આ જનસેવા યાત્રા પ્રજાલક્ષી અસરકારક નિર્ણયો, અનેરી ઉપલબ્ધિઓ, નવતર પહેલ સાથે લોક સેવાની સફળ પરિશ્રમ યાત્રા બની છે.:રાજુભાઇ ધ્રુવ

નિર્મળતા-મૃદુતા સાથે નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ  પટેલ ના નેતૃત્વ માં ગુજરાત સરકારને  આજે એક વર્ષ પૂરું થયું છે અને આ એક વર્ષ દરમિયાન તેમના નેતૃત્વમાં ભાજપ સરકાર અનેક પ્રજાલક્ષી નિર્ણયો લઈ ગુજરાતને વિકાસ ના ક્ષેત્રે એક નવી ઉંચાઈએ લઇ ગઈ છે તેમ જણાવી ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે અભિનંદન પાઠવ્યા છે.રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે,  મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રીપદ ની જવાબદારી ને 365 દિવસ પૂર્ણ થયા છે. મુખ્યપ્રધાને પોતાના શાસનકાળમાં અનેક નવા અને  ઉમદા જનસેવાના કામો કર્યા છે.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની આ જનસેવા યાત્રા પ્રજાલક્ષી નિર્ણયો, અનેરી ઉપલબ્ધિઓ, નવતર પહેલ સાથે રાજ્યના જનજનની સેવાની સફળ પરિશ્રમ યાત્રા બની છે.

મુખ્યમંત્રી   ભુપેન્દ્રભાઈ પટેલે  એક વર્ષ  દરમિયાન હજારો  કિલોમીટરનો પ્રવાસ કરીને લોકો વચ્ચે, લોકો સાથે, લોકો માટે સતત કર્તવ્યરત જનસેવકની આગવી છબી ઉજાગર કરી છે. સાલસ સ્વભાવ અને સતત પ્રવૃત્ત-સક્રિય રહેવાની ધગશ ધરાવતા  ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના જનમાનસમાં મૃદુ પણ મક્કમ અને નિર્ણાયક નેતૃત્વકર્તા પૂરવાર થયા છે તે તેમની એક વર્ષની  દરમિયાનની કાર્યરીતિ-નીતિને આભારી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અનેકવિધ નવતર આયામો હાથ ધરીને જન-સુખાકારીના લાભો નાગરિકોને સત્વરે પુરા પાડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત વીજ સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. રાજય સરકાર તેમજ ઊર્જા વિભાગના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે રાજયનું ઊર્જા ક્ષેત્ર દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, એક વર્ષ દરમિયાન ભુપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોના હિતમાં મક્કમ નિર્ણયો લીધા છે. આ ઉપરાંત યુવા સર્વાંગીણ વિકાસ માટે યુવાનો ના  કૌશલ્ય નિર્માણ માટે અનેકવિધ આયોજનો કર્યા છે, નારી શક્તિનું સન્માન કરીને મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપ્યુ છે. ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે દેશ માં અનેક ક્ષેત્રે ટોચ નું સ્થાન જાળવી રાખી ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસરતા પ્રાપ્ત કરી છે એટલું જ નહી પણ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ સિધ્ધિઓ હાંસલ કરી છે.

આમ  એક વર્ષમાં ભુપેન્દ્ર્ભાઈ પટેલ ની સરકાર કેન્દ્ર સરકાર ના સક્રિય સહયોગ ને કારણે વાસ્તવમાં લોકો માટે ડબલ એન્જીન સરકાર બની છે. દેશ ના વડાપ્રધાન પદે એક ગૌરવવંતા ગુજરાતી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની અસાધારણ હિંમત અને સાહસિકતા ને કારણે વિશ્વ ના અન્ય દેશો ની સરખામણીએ આપણા દેશે અનેક સિદ્ધિઓ સાથે સન્માન મેળવ્યું હોવા ને કારણે વિશ્વ માં ગુજરાતી ઓનું માન વધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.