Abtak Media Google News

રાજ્યની સર્વોચ્ચ ઉદ્યોગ સંસ્થાની જેની ગણના થાય છે તેવી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આગામી 18 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. આ નિર્ણય શનિવારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ની અધિકૃત સર્વોચ્ચ સમિતિની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.

આ વખતે સામાન્ય પરિસ્થિતિ અનેરોગચાળા લઈને સંસ્થાની ચુંટણી નો કાર્યક્રમ થોડો વિલંબ માં ચાલે છે ગયા વર્ષેવર્ષ 2020 માં, 5 સપ્ટેમ્બરના રોજ યોજાયો હતો.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા એ જ દિવસે સાંજે દરમિયાન યોજાશે. આ વખતે લગભગ 25 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં જનરલ કેટેગરીમાં 14 બિઝનેસ એસોસિએશન (લોકલ, આઉટસ્ટેશન અને કોર્પોરેટ) માં ત્રણ, લાઈફ પેટ્રન કેટેગરીમાં ત્રણ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની બિઝનેસવુમન વિંગમાં ત્રણનો સમાવેશ થાય છે. મુખ્ય સ્પર્ધા ઉપપ્રમુખ અને વરિષ્ઠ ઉપપ્રમુખના ઉચ્ચ પદ માટે હશે.

હસમુખ હિંગુ, ભૂતપૂર્વ ચેરમેન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ગયા અઠવાડિયે ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. નવીન ગ્રુપના ચેરમેન અને હાલમાં ઉદ્યોગ મંડળના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હેમંત શાહ 18 સપ્ટેમ્બરે જીસીસીઆઈના પ્રમુખ તરીકે પદ સંભાળશે. તેઓ વર્તમાન પ્રમુખ નટુભાઈ પટેલની જગ્યા લેશે, જે મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.