ગુજરાત સરકારે મંગળવારે સંધિ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, GHCL (ગુજરાત હેવી  કેમિકલ્સ લિમિટેડ) અને મહંશરિયા ટાયર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા.જે રૂ. 3,710 કરોડના સંયુક્ત રોકાણમાં સામેલ છે.

સિમેન્ટ ઉત્પાદક સંધી ઇન્ડસ્ટ્રીઝ કચ્છમાં તેના પ્લાન્ટની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતામાં 4 મિલિયન ટન થીવધીને 8.6 મિલિયન ટન સુધીનો વધારો કરશે. રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્લાન્ટના વિસ્તરણ માટે કંપની 1500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.”

કચ્છમાં મીઠું અને દરિયાઈ કેમિકલ્સ પ્લાન્ટ સ્થાપવા માટે જીએચસીએલ લિ. 550 કરોડનું રોકાણ કરશે. પ્રોજેક્ટ 2021 સુધીમાં કાર્યરત થશે. જી.એચ.સી.એલ. દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં સુત્રપડા ખાતે તેની સોડા એશ ઉત્પાદન સુવિધાના વિસ્તરણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બ્રાઉન ફિલ્ડ વિસ્તરણ યોજના ખર્ચ 600 કરોડ રૂપિયા છે.

મહંશરિયા ટાયર્સ ભરૂચ જીલ્લાના પનોલીમાં ટાયર્સટ્યુબ અને અન્ય રબર ઉત્પાદનો પ્રોજેક્ટ માટે રૂ. 1,060 કરોડનું રોકાણ કરશે. સરકારે ઉમેર્યું હતું કે, “આ તમામ પ્રોજેક્ટ્સ 5,000 લોકો માટે રોજગારી ઊભી કરશે.”

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં સંબંધિત કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ વચ્ચેના તમામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમણે તમામ કંપનીઓને તેમની યોજનાઓને ઝડપથી અમલમાં મૂકવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.