Abtak Media Google News

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યભરમાં 80 ફેસબુક એકાઉન્ડ હેક કરી 60 હજારની છેતરપિંડી આચરનાર ખેડા જિલ્લાના પ્રિતેશ મહેશભાઇ પ્રજાપતિની ધરપકડ કરી છે. રાજકોટના મનોજભાઇ બાબુભાઇ પાલીયાએ પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થતા ફરિયાદ નોંધાવી હતી.

આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ઓક્ટ્રો તીનપત્તી ગેમ રમતો હોય અને આ ઓક્ટ્રો તિનપત્તી ગેમ ફેસબુક સાથે લીંક હોય છે. આથી આ ગેમ રમનારા લોકો પાસે આ ગેમમાં કેટલી ચીપ્સ છે તેની માહિતી મેળવી તે ફેસબુક આઇડી ધારકને ટાર્ગેટ કરી તે ધારકના એકાઉન્ટમાં જઇ મોબાઇલ નંબર મેળવતો હતો.

મોબાઇલ નંબરથી લોગઇન કરી ફરગેટ પાસવર્ડ આપીઓટીપી કે જે ફેસબુક એકાઉન્ટ ધારકના પોતાના મોબાઇલમાં આવતા હોય તે સમયે આરોપી તેવાઆઇડી ધારકને ફોન કરી અમદાવાદ પોલીસ તરીકેની ઓળખ આપી તમારૂ એકાઉન્ટ હેક થયું છે

તેમકહી એકાઉન્ટ ધારક પાસેથી ઓટીપી મેળવી લેતો હતો. બાદમાં ફેસબુક એકાઉન્ટ હેક કરીએકાઉન્ટમાં રેહલી ઓક્ટ્રો તિનપત્તી ગેમની ચીપ્સ મેળવી તેનું વેચાણ કરી પોતે આર્થિકલાભ મેળવતો હતો. છેલ્લા છ માસથી 80 જેટલાએફબી આઇડી હેક કરી 60 હજારનીછેતરપિંડી આચરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.