Abtak Media Google News

નર્મદે સર્વદે ગુજરાતને ગર્વ દે.. ગુજરાતની જીવાદોરી ખેતી, અને પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે નમામિ દેવી નર્મદા ગુજરાત માટે કલ્પવૃક્ષ સાબિત થઈ રહી છે નર્મદા યોજના સાકાર થવા આડે ઉભા થયેલા અંતરાયો દૂર કરવા માટે નેવાના પાણી  પાણી મોભે ચડાવવા જેવી ધીરજપૂર્વકની કામગીરી કરવામાં આવી, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી કાળ દરમિયાન નર્મદા યોજના માટેના સ્થાનિક અવરોધો દૂર કર્યા, ને વડાપ્રધાન બનતા ની સાથે જ નર્મદા ડેમની પૂર્ણ ઊંચાઈ માટેના રસ્તા ખોલ્યા અને મોદી સરકારનું પ્રથમ સત્તાવાર કાર્ય નર્મદા ડેમની ઊંચાઈને મંજૂરી આપવાનું બન્યું હતું,

નર્મદા ડેમ ની પૂર્ણ ઊંચાઈ આડે ના અવરોધો દૂર થતા ની સાથે જ ડેમમાં પૂરતી જળ રાશિ સંભવ બની ,નર્મદા ડેમના લાભ થી સમગ્ર દેશ અભિભૂત થયો છે,  અને નર્મદા મૈયા ના આશીર્વાદ ગુજરાતને વિશેષ ફળદાય બને તે નિશક છે ગુજરાતમાં નર્મદા ડેમ ના પાણી થી પીવાના પાણી અને સિંચાઈના પાણીની તંગી ભૂતકાળ બની છે ગુજરાતના 115  જળાશયોમાં નર્મદા યોજના અંતર્ગત છલકાઈ રહ્યા છે અને ભર ઉનાળે પાણીના સાગર હિલોળે ચડ્યા છે ,એક જમાનો હતો કે ગુજરાતના અનેક વિસ્તારોના  છેવાડા ના  ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા અને એક બેડું પીવાના પાણી માટે બેન દીકરી વહુઓને ગાવના ગાવ પંથ કાપવો પડતો હતો, આવા નપાણીયા  ગામમાં કોઈ દીકરી દેવા તૈયાર ન હતું અને પાણીના અભાવે અનેક વીર નરબંકાઓને  વાંઢાપણા નામેણાના નો ભાર માથે લઈને ફરવું પડતું હતું પણ આજે ઘેડ ,વાગડ ભૂમિ થી લઈને કચ્છ સુધીના ગામડાઓમાં નર્મદા મૈયા ના જલના આશીર્વાદ પહોંચ્યા છે,

ભરવાની સૌની યોજના પીવાના પાણી થી લઈ સિંચાઈ અને પાણીના તળ ઊંચા લાવવામાં આશીર્વાદરૂપ બની છે પાણીની અછત હવે નથી, પીવાનું પાણી સિંચાઈનું પાણી અને સ્થાનિક ધોરણે ઉદ્યોગો માટે પૂરતું પાણી મળી રહે તેવા સંજોગો ઊભા થયા છેમ નર્મદા યોજનાના વિચાર બીજથી લઈને તેના અમલ અને પૂર્ણતા સુધી રાજકીય સામાજિક અને આધ્યાત્મિક રીતે ગુજરાતની પ્રજાએ આ યોજનાની ફળ શ્રુતિ  માટે જે પુરુષાર્થ યોગદાન અને આત્મ શ્રદ્ધા દાખવી છે તેના ફળ હવે ગુજરાતને મળી રહ્યા છે

આ વર્ષે રાજ્યના 115 ડેમ નર્મદા યોજના દ્વારા છલકાઈ ગયા છે ધીરે ધીરે રાજ્યના તમામ ડેમો ભર ઉનાળે નર્મદા મૈયા ના આશીર્વાદથી અભિભૂત થાય અને ગુજરાતમાં પણ પંજાબની જેમ વર્ષના ત્રણ ત્રણ પાકોથી ખેતરો લહેરાઈ તેવા દિવસો હવે દૂર નથી. ગુજરાતને ખરા અર્થમાં નર્મદા મૈયા ના આશીર્વાદ  ફર્ળી રહ્યા છે તેમ કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.