Abtak Media Google News

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં એઇમ્સના નિર્માણ અને હેલ્થ હબ તરીકેના વિકાસની સાથે હવે દેશના પ0 હજાર થી વધુ તબીબોના સંગઠન ઇન્ડીયન મેડીકલ ના નેતૃત્વની જવાબદારી  સોપવામાં આવી છે. રાજકીટના ડો. ભરતભાઇ કાકડીયાને શિરે ગુજરાત ઇન્ડીયન મેડીકલ એશો.ના પ્રમુખ પદનો તાજ મુકાયો છે.

‘અબતક’ ની ડેલીગેશન વીઝીટે આવેલ આઇ.એમ.એ. ગુજરાતના નવનિયુકત પ્રમુખ ડો. ભરતભાઇ કાકડીયા, ડો. પારસભાઇ શાહ, ડો. અતુલભાઇ પંડયા, ડો. હીરેનભાઇ કોઠારી સહીતના આગેવાનોએ રાજકોટને આઇ.એમ.એ. ની મળેલી નેતૃત્વ અંગે ગૌરવની લાગણી વ્યકત કરી હતી.

‘અબતક’ ની મુલાકાતમાં આઇ.એમ.એ. નવનિયુકત પ્રમુખ સહિત પદાધિકારીઓએ સંસ્થાના ભાવી આયોજનો અંગે આપી વિગતો

અકાળે આવતા હ્રદય રોગના હુમલા સામે સામાજીક જાગૃતિ માટે આઇ.એમ.એ. પ્રતિબઘ્ધ

રાજકોટ તબીબી ક્ષેત્ર માટે ફરી એક વખત ગૌરવ લેવાની ઘટની બની છે.  ઇન્ડિન મેડિકલ એસો.ના ગુજરાત પ્રાંતના પ્રમુખપદે રાજકોટમાં વર્ષોથી પ્રેકટીસ કરતા સૌરાષ્ટ્રના જાણીતા ઇએનટી સર્જન ડો. ભરત કાકડીયા પ્રમુખ અને ઓર્થોપેડીક સર્જન ડો . ભાવેશ સચદે  ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરાયું છે . સમાજલક્ષી અભિગમ, સેવાને પ્રાધાન્ય આપનારા ડો. કાકડીયાએ ગત સપ્તાહે આ પદભાર સંભાળ્યો પછી તુરત વર્તમાન સમયમાં હૃદયરોગની જે સમસ્યા છે તેની સામે વ્યાપક ઝુંબેશ હાથ ધરવા સંકલ્પ લીધો છે.

ડો . કાકડીયાએ જણાવ્યું કે , 60 હજાર થી વધારે  જેમાં સંકળાયેલા છે તેવા આ ઈંખઅ ના ગુજરાત કાર્યક્ષેત્રનું પ્રમુખપદ મારા માટે આનંદ છે તો સામે એક મોટું ઉત્તરદાયિત્વ પણ છે . આજે રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલ શરૂ થઈ રહી છે, તબીબી સેવાના ક્ષેત્રે ગુજરાત ઘણું આગળ વધી રહ્યું છે તબીબી ક્ષેત્રે આવતા પરિવર્તનો લોકો સુધી પહોંચવા જોઈએ .  મહામારીમાં સંખ્યાબંધ ડોકટરોએ જીવન જોખમમાં મુકીને કામ કર્યુ હતું .

આજે સૌથી મોટો પડકાર યુવા અને બાળ વયે આવી રહેલા હૃદયરોગના હુમલા છે . આ સ્થિતીમાં ડોકટરોની વ્યવસાયિક ઉપરાંત સામાજિક જવાબદારી વધી જાય છે . એવે સમયે આગામી દિવસોમાં ઈંખઅ ના માધ્યમથી બહુ મોટું અભિયાન ચલાવશે . તેવું ડો  કાકડીયાએ જણાવ્યું હતું .

શા માટે યુવા વયે હ્રદયરોગનું પ્રમાણ વધ્યું ? તેનું સંશોધન રાજકોટની મેડીકલ કોલેજના તબીબોના સહયોગથી કરાવવાનું શરૂ કરશે . આ કાર્યમાં રાજયની અન્ય મેડીકલ કોલેજો પણ તેમાં જોડાશે.

તબીબી વિજ્ઞાનના સ્તરે ગુજરાતમાં આ બાબતે શું થઈ શકે તે દિશામાં કામ થશે . લોકોને સાથે  પરિસંવાદો , જાગૃતિ શિબીર યોજીશું જેમાં કોલેજો તેમજ સામાજીક સંસ્થાઓમાં જઈને આ વાતની રજુઆત કરીશું . કાર્ડીયોલોજીસ્ટ ડો . ધર્મેશભાઈ સોલંકી તથા અન્ય તબીબો આ કાર્યમાં સક્રિયપણ જોડાશે .

‘ કોરોના વોરીયર્સ’ના સન્માનથી ,  આરોગ્ય મંત્રી  મનસુખ માંડવીયાના હસ્તે પુરસ્કૃત થયા છે . ઉપસ્થિતપૂર્વ ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય ડો . વસંત કામુંદ્રા તથા ડો. ભાવેશ સંચા, વાઇસ પ્રેસીડેન્ડ , આગામી વર્ષમાં યુવાનોમાં અચાનક અકારણ હૃદયરોગના થતા મૃત્યુ અંગેના જનજાગૃત્તિ અભિમાનમાં સક્રિય સહયોગ આપવાના છે .

આ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના 1000 થી પણ વધારે સભ્યો ભાગ લેશે , વિવિધ  પ્રશિક્ષણ , પરિસંવાદ યોજાશે , હાલના માનદ મંત્રીશ્રી ડો . સંજય ટીલારા તથા પૂર્વપ્રમુખ ડો. અમીત હપાણી, ડો. મનહર કોરવાડીયા, ડો. યજ્ઞેશ પોપટ, ડો. હિરેન કોઠારી, ડી. પ્રફુલ્લ કામાણી, ડો. રશ્મિ ઉપાધ્યાય, ડો. જય ધીરવાણી , ભાવીન કોઠારીએ પ્રેસને ઉપરોક્ત માહિતી પુરી પાડેલ છે .

ડો . ભરત કાડ઼ીયા આઇ.એમ.એ.  ગુજરાત બ્રાન્ચના પ્રમુખ બનતા અનેક દિગ્ગજ ડોકટરોએ શુભેચ્છાઓ પાઠવેલી છે. ખાસ કરીને આઇ.એમ.એ.ના ના સેક્રેટરી જનરલ ડો. અનિલકુમાર નાયક,  પૂર્વ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા  ડોકટર મેહુલભાઈ  ડો  બિપીનભાઈ પટેલ  ડો  મનસુખ કાનાણી  ડો. એસ.ટી. હેમાણી, ડો . ડી. કે. શાહ, ડો. પ્રકાશ મોઢા, ડો. વલ્લભ કથીરિયા, ડો. કારીયા, ડો. કીર્તિ પટેલ, ડો. જીતેન્દ્ર અમલાણી આમંત્રિત મહાનુભાવો ડો. દર્શિતાબેન શાહ, ડો. દર્શનાબેન પંડયા, ડો. સ્વાતીબેન પોપટ, ડો. કિરીટ દેવાણી, ડો. નિતીન લાલ, ડો. ગૌરવી ધ્રુવ તથા  ડો. મયંક ઠક્કર, તેજસ કરમટા, એડિટર ડો . અમીત અગ્રાવત, ડો. પિયુષ ઉનડકટ,  ડો. દર્શન સુરેજા, ડો. પરીન કંટેસરીયા સહિત તબીબી અગ્રણીઓ અને સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.