Abtak Media Google News

જિલ્લામાં કોરોના મૃત્યુદર ઘટાડા તરફ: 525 ડિસ્ચાર્જ

શહેર-જિલ્લાના મળી 24 કલાકમાં કોરોનાના 373 કેસ નોંધાયા

જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કાબુ બહાર રહયા પછી હવે ધીમે ધીમે કોરોનાના મૃત્યુ મામલે રાહત જોવા મળી હતી. અને કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો ઘટીને 48નો થયો છે. જોકે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે પણ 700થી ઉપર રહ્યો છે. જામનગર શહેરના 398 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો 300 થી ઉપર રહ્યો છે. અને 339 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હજુ પણ લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના 304 અને ગ્રામ્યના 221 સહિત 525 દર્દીઓને જી.જી.હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોનાના મૃત્યુના મામલે ભયાનક સ્થિતિ હતી અને કોરોનાની સારવાર દરમિયાન દર 15 મિનિટે 1 વ્યક્તિ કોરોનાની સારવારમાં મૃત્યુ પામી રહયા હતાં જેમાં હવે બ્રેક લાગી છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે અને સમગ્ર જિલ્લાભરમાં 5.98 લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજથી આજે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં 48 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુનો આંક 3,050નો થયો છે. જોકે કોરોનાના કેસોમાં ઉછાળો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 398પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 16,977નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 339 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો 9,164નો થયો છે અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 26,000થી વધુનો થયો છે કુલ 26,259 લોકો કોરોના સંક્રમિત થયા છે. જોકે મૃત્યુનો દર ઘટી રહ્યો છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે 3,050 થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 304 અને ગ્રામ્યના 221 મળી 525 દર્દીઓને રજા આપવામાં આવી છે.

જિલ્લામાં 33% વેક્સિનેશન પૂર્ણ, ડીસેમ્બર સુધીમાં તમામ લોકોને વેક્સીન અપાઈ જશે

દેશભરમાં કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત સહીત જામનગરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરુ થયું છે. તથા 1મેથી 18થી 45 વર્ષના લોકોનું રસીકરણ શરુ થઇ ગયું છે. પરંતુ સમગ્ર દેશમાં વસ્તીની ટકાવારીની દ્રષ્ટિએ વેક્સિનેશની પ્રક્રિયામાં જામનગર દેશમાં અગ્રીમ છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી 2,09, 424 લોકો વેક્સિન લઇ ચુક્યા છે. અને શહેરમાં 1,41,000 લોકો વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ લઇ ચુક્યા છે.

વસ્તીની ટકાવારીની દ્રષ્ટિએ વેક્સીનેશનની પ્રક્રિયામાં જામનગર દેશમાં અગ્રીમ હરોળમાં

આમ જામનગર જીલ્લામાં કુલ 3,50,424 લોકોએ વેક્સિન લીધી છે. ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્રારા ઈજ્ઞઠશક્ષ એપના આધારે જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ વસ્તીની ટકાવારીની દ્રષ્ટ્રીએ દેશમાં રસીકરણની પ્રક્રિયામાં જામનગર જીલ્લો અગ્રીમ છે. દેશના માત્ર 37 જીલ્લાઓજ એવા છે કે જ્યાં 20%થી વધુ વેક્સિનેશન થયું છે. તે પૈકી ગુજરાતના બે જીલ્લાઓનો તેમાં સમાવેશ થાય છે તે પૈકી એક જામનગર અને બીજું પોરબંદરનો સમાવેશ થાય છે છે. જામનગર શહેર અને જીલ્લામાં 18 વર્ષથી ઉપરના 11લાખ 58હજાર લોકો પૈકી અત્યાર સુધીમાં કુલ 3,50,424 લોકોએ વેક્સિન લીધી છે. એટલે કે જામનગર જીલ્લામાં વેક્સિનેશનની કામગીરી અંદાજે 33% સુધી પૂર્ણ થઇ ચુકી છે.

ગુજરાત સહીત જામનગરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરુ થયું છે. જામનગર જીલ્લામાં 104 દિવસમાં 3,50,424 લોકો વેક્સીન લઇ ચુક્યા છે. 8લાખ લોકોને વેક્સીન લેવાની બાકી છે. જો જીલ્લામાં વેક્સિનેશનની પ્રક્રિયા આ જ રીતે ચાલુ રહી તો ડીસેમ્બર મહિનામાં રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. પરંતુ સરકાર દ્રારા 1મેથી 18 વર્ષથી ઉપરના લોકોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અનેક જગ્યાએ વેક્સિન નો જથ્થો ખૂટી પડે છે. જો જામનગરને સમયસર વેક્સીન નહી મળે તો ડીસેમ્બર સુધીમાં રસીકરણ પૂર્ણ નહી થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.