Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગર શહેરમાં આજે કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક મહિલા સહિતના ત્રણ દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે, અને ત્રણેયને હોમ આઈસોલેશન માં રાખવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના હાલ સાત કોરોના ના એક્ટિવ કેસ છે, જેમાં બે દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જામનગર શહેરમાં ગઈકાલે એક તબિબી વિદ્યાર્થી અને વેપારી સહિત બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જયારે કાલાવડ ની એક સગર્ભા મહિલાનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. દરમિયાન આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જામનગર જિલ્લામાં હાલ સાત કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ છે. જેમાં બે દર્દીઓને જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે રખાયા છે.

જામનગરના માસ્તર સોસાયટીમાં રહેતી 50 વર્ષ ના એક મહિલાનો આજે પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમણે વેકશીન ના બન્ને ડોઝ મેળવી લીધા છે, અને તેણીને હોમ આઇશોલેશનમાં રખાઇ છે. જેના પરિવારના સેમ્પલો નેગેટિવ મળ્યા છે.

આ ઉપરાંત જામનગરમાં ઓસવાળ-2 માં રહેતા 82 વર્ષીય બુઝુર્ગનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે, અને તેને પણ હોમ આઈસોલેશનમાં રખાયા છે. જયારે ખોડીયાર કોલોની નજીક શક્તિ નગર -2 વિસ્તારમાં રહેતા 29 વર્ષના એક યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે, અને તેને પણ હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેના પરિવારના રિપોર્ટ નેગેટીવ મળ્યા છે. જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ઉપરોક્ત વિસ્તારમાં આરોગ્ય વિષયક  પગલાં ભરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.