Abtak Media Google News

‘અહેવાલ’ અબતક અહેવાલ સંજય ડાંગર,ધ્રોલ હાલ સમગ્ર વિશ્ર્વમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે, ત્યારે દુનિયાના તમામ કોરોના વોરિયર્સ આ કહેરનો સામી છાતીએ સામનો કરી 24 કલાક દર્દીઓની સેવા કરી રહયા છે અને અનેક કોરોના વોરિયર્સ પોતાના અંગત જીવન અને પારિવારીક જવાબદારીઓ નેવે મુકીને પોતાની ફરજ બજાવી રહ્યા છે આવો જ એક દાખલો હાલ ધ્રોલના લૈયાર પંથકમાં જોવા મળી રહ્યો છે.ધ્રોલ તાલુકાના લૈયારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર અને હાલ ધ્રોલ ટી.એચ.ઓ.નો ચાર્જ સંભાળી રહેલા ડો.જીતેન્દ્ર પાંભર આ કપરા કોરોનાકાળમાં કોરોના દર્દીઓ સારવાર તેમજ વધારા પર ધ્રોલ-ઉમા કોવીડ કેર સેન્ટરમાં સેવા માટે સતત ખડેપગે રહે છે અને પોતાની ફરજ પુરી નિષ્ઠાથી બજાવી રહ્યા છે.

મુળ જેતપુરના ડોક્ટર જીતેન્દ્ર પાંભર પોતાની જવાબદારી એટલે નિષ્ઠાથીનિભાવી રહ્યા છે કે, તેઓ છેલ્લા કેટલાય સમયથી પોતાના પરિવારને પણ મળવા પોતાના ઘરે પણ નથી ગયા. ડો.પાંભર ઘરના  ઉપરાંત આ જ કોરોનાકાળમાં તેમના કુટુંબના જ તેમના કાકાના બે દિકરા મૃત્યુ પામ્યા હોય છતાં તેઓ પોતાની ફરજને આધીન હોય જેથી ત્યાં જઇ શક્યા ન હતા અને રાત-દિવસ પોતાની ફરજ પર રહયા છે.

થોડા દિવસ અગાઉ તેમના દિકરાનો પહેલો જન્મદિવસ હતો ત્યારે પણ તેઓ ઘરે નહોતા ગયા અને વીડિયો કોલ મારફત દિકરાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.કોરોના વોરિયર્સ ડો.જીતેન્દ્ર પાંભરની આવી નિષ્ઠા અને ઇમાનદારી પૂર્વક ફરજ બજાવતા જોઇ ધ્રોલ પંથકના તમામ લોકો તેમના પર આફરીન પોકારી ગયા છે અને તેમ સો સો સલામ બજાવે છે.આ ઉપરાંત જામનગર જીલ્લા આરોગ્યના તમામ અધિકારીઓ તેમને કામગીરી બિરદાવે છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.