Abtak Media Google News

રાજકોટ જીલ્લામાં ૯ ફોજદારની નિમણુંક:અમરેલીના ૧૮, જામનગર ૪, પોરબંદરનાં ૯ અને સુરેન્દ્રનગરના ૧૦ જવાનોનો સમાવેશ.

ગુજરાત રાજયના પોલીસ વિભાગમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં જવાનોએ ફોજદાર બનવા માટે ખાતાકીય પરીક્ષા આપી હતી જે પરીક્ષા પૂર્ણ થયા બાદ ૧૭૬ જવાનો ઉતીર્ણ થતાં આજે તેઓની બઢતી સાથે બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેર તથા ગ્રામ્યના એક એક જવાનનો સમાવેશ કરવામાં આવે છે. જામગનર-૪, જુનાગઢ-૬, પોરબંદરના-૯, અને સુરેન્દ્રનગરનાં-૧૦ જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટના આજી ડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતાં વાલજીભાઇ માધાભાઇ મકવાણાને બઢતી સાથે સુરેન્દ્રનગર મુકવામાં આવ્યા છે. અમરેલીના ચેતનાબેન શાંતિલાલ વાછાણીને બઢતી સાથે રાજકોટ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.

પોરબંદરના કાનાભાઇ કરશનભાઇ પરમારની રાજકોટ શહેર, જીવાભાઇ કારાભાઇ પાંડાંવદરની રાજકોટ શહેર,  સુરેન્દ્રનગરના મનસુખભાઇ દુદાભાઇ હડીપલની રાજકોટ શહેર, વિક્રમસિંહ અજીતસિંહ પરમારની રાજકોટ ગ્રામ્ય બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના બે જવાનો ઇસુભા મુળુભા ઝાલા અને અરવિંદભાઇ ગણપતભાઇ અંબાસણાની રાજકોટ શહેર ખાતે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદ પશ્ર્ચિમ રેલ્વેના નવીનકુમાર હરીલાલ ચાવડાની રાજકોટ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે. આમ રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કુલ ૯ જવાનોની નિમણુંક કરવમાં આવી હોવાનું જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.