‘Shemaroo Me’ પર ધૂમ મચાવવા આવી રહી છે ગુજરાતી વેબ સિરીઝ ‘ષડયંત્ર’, શું હશે ખાસ

હાલમાં ગુજરાતી સિનેમાની લોક ચાહના વધી રહી છે. સમયની સાથે ગુજરાતી સિનેમા પણ બદલી રહ્યું છે. તેમાં અર્બન ફિલ્મો અને વેબ સિરીઝનો વ્યાપ વધ્યો છે. ગુજરાતી સિનેમાએ નવું રૂપ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો Shemaroo Entertainmentએ ભજવ્યો છે. વેબ સિરીઝ ‘વાત વાતમાં’ અને થિયેટર પહેલા રિલીઝ થયેલી સર્વ પ્રથમ ગુજરાતી ડિજીટલ ફિલ્મ ‘સ્વાગતમ’, જોક સમ્રાટ, અનનૉન ટુ નૉન અને બીજા ઘણા રિલીઝ બાદ હવે ‘Shemaroo Me’ પોતાની નવી પોલિટિકલ થ્રિલર વેબ સિરીઝ “ષડયંત્ર” રિલીઝ કરવા તૈયાર છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં ‘Shemaroo Me’એ નવ ટાઇટલ્સ રિલીઝ કર્યા છે. જેણે દર્શકો ને ખુબ જ મનોરંજન પૂરું પાડયું છે.

ગુજરાતી મનોરંજનની દુનિયામાં હંમેશાથી ટોપ ઉપર રહેલું ‘Shemaroo Me’ “ષડ્યંત્ર” વેબ સિરીઝ સાથે પોતાના ગુજરાતી પ્રોડક્શનમાં પ્રવેશ કરી રહ્યું છે. આ ઓરિજિનલ વેબ સિરીઝ એક પોલિટિકલ થ્રિલર ડ્રામા છે. “ષડ્યંત્ર” વેબ સિરીઝમાં ગુજરાતી અને હિન્દી રંગભૂમિ, ટી.વી. અને ફિલ્મોના ખુબ જ જાણીતા, દિગ્ગજ અને મંજાયેલા કલાકારો છે જેમ કે રોહિણી હટંગડી, અપરા મહેતા, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરીક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન તથા દીપક ઘીવાલા અને ફિરોઝ ભગત. આ દરેક કલાકારોના સુંદર અભિનયથી ઓપતી આ વેબ સિરીઝ બાબુલ ભાવસાર લિખિત કથા અને સંવાદોને જીવંત રાખે છે. ‘Shemaroo Me’ એક એવું પ્લેટફોર્મ છે, જે દર્શકોને વિવિધ વિષય અને કેટેગરીમાં મનોરંજક કન્ટેન્ટ આપે છે. અને ષડ્યંત્ર આવા જ મનોરંજક કન્ટેન્ટ માનું એક છે.

‘ષડ્યંત્ર’ વેબ સિરીઝ

પન્નાબેન (અપરા મહેતા) છેલ્લા 15 વર્ષથી એક સફળ CM તરીકે ફરજ બજાવી રહ્યા છે. જે સત્તાના અમુક નેતાઓને ખૂંચે છે. સફળતા અને જીતનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો અને આ વેબ સિરીઝમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે મનોરંજન પણ દર્શાવાયું છે. અને આ જ વિષય ‘ષડ્યંત્ર’ ને એક પ્રભાવશાળી પોલિટિકલ ફેમિલી ડ્રામા પણ બનાવે છે જે દર્શકોને ચોક્કસથી ગમશે.

‘ષડ્યંત્ર’ વેબ સિરીઝના લોન્ચ પ્રસંગે શૉના નિર્દેશક ઉર્વીશ પરીખ જણાવે છે, ” ષડ્યંત્ર એક આવી પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે જેમાં આટલા દિગ્ગજ અને પ્રભાવશાળી કલાકારો છે. મારા માટે આ શૉને શૂટ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો. મને ખુશી છે કે શેમારૂમી એ આ શૉનું નિર્માણ કર્યાની સાથોસાથ પોતાના પ્લેટફોર્મ પર દરેક ગુજરાતીઓ માટે તેનું પ્રીમિયર રજુ કરી રહ્યા છે.”

રોહિણી હટંગડી શૉમાં પોતાના પાત્ર વિષે જણાવતા કહે છે, “હું ‘ષડ્યંત્ર’નો ભાગ બનીને ખુબ જ ઉત્સુક છું. હું ખુશ છું કે ‘Shemaroo Me’એ આ પ્રભાવશાળી વેબ સિરીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપવાનું નક્કી કર્યું. મેં મારી કરિયરમાં બહુ બધા પાત્રો ભજવ્યા છે. પરંતુ વાસંતીબેનનું પાત્ર મારા હૃદયની ખુબ જ નજીક છે. આ વેબ સિરીઝનું સ્કેલ એટલું મોટું છે કે એવું લાગ્યું કે અમે કોઈ ફિલ્મનું શૂટ કરી રહ્યા છીએ. મને ખાતરી છે મારા દર્શકો આ શૉને પસંદ કરશે.”

અપરા મહેતા વધુમાં જણાવે છે, “હું ‘ષડ્યંત્ર’નો ભાગ બનીને ખુશ છું. ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથેની આ પોલિટિકલ થ્રિલર એક ફિલ્મ જોયાનો અનુભવ કરાવશે. અને આ વેબ સીરીઝનો હું હિસ્સો છું એનો મને આનંદ છે. આ મારો પેહલો ગુજરાતી પ્રોજેક્ટ છે. પન્નાબેનનું પાત્ર દર્શકોને ચોક્કસથી ગમશે. શેમારૂમી ગુજરાતી પર આ શૉ તમે 24મી જૂનથી નિહાળી શકશો.”

વંદના પાઠક જેઓએ આ શૉમાં ખુબ જ મહત્વનું અને જટિલ પાત્ર નિભાવ્યું છે એ જણાવે છે, “આ ‘Shemaroo Me’ સાથેનો મારો ખુબ જ સ્પેશ્યિલ પ્રોજેક્ટ છે. અને કલાકાર તરીકે આનાથી વધારે સારું હું બીજું શું માંગી શકું. ‘ષડ્યંત્ર’ એ ખુબ જ રસપ્રદ વિષય છે જેમાં ઘણા મોટા મુદ્દાઓ વિષે વાત કરવામાં આવી છે અને જે રીતે પ્લોટ અને પાત્રોને દર્શાવવામાં આવ્યા છે એ અદભુત છે. દર્શકો આ શૉના બધા જ પાત્રોને પસંદ કરશે. હું મારા ફેમિલી સાથે આ સિરીઝ જે શેમારૂમી પર 24મી જૂન ના રિલીઝ થશે એ જોવા માટે તલપાપડ થઇ રહી છું.”

દીપક ઘીવાલા જણાવે છે, ” ષડ્યંત્ર એ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને હું આ ફેમિલીનો પાર્ટ બનીને ખુબ ખુશ છું. મને ગર્વ છે કે મેં આટલા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શૅર કરી. મને આનંદ છે કે ‘Shemaroo Me’એ મને આ પાત્ર માટે પસંદ કર્યો. મેં આખા શૉને એક સાથે જ જોવાનો પ્લાન કર્યો છે.”

શ્રેણુ પરીખ જણાવે છે કે, “આ મારી પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે અને હું ‘Shemaroo Me’ એન્ટરટેઈનમેન્ટનો પાર્ટ બની ને ખુબ જ ખુશ છું. ષડ્યંત્ર એક બહુ જ ઉમદા પ્રોજેક્ટ છે. અને હું ભાગ્યશાળી છું કે મને આટલા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી. મને એ લોકો પાસેથી ખુબ જ બધું શીખવા મળ્યું. મને ખાતરી છે કે લોકો ને આ શૉ બહુ જ ગમશે અને ખુબ એન્જોય કરશે.

Shemaroo Entertainment

Shemaroo Entertainment Limitedએ એક અગ્રણી વૈશ્વિક કન્ટેન્ટ પાવર હાઉસ છે. જેણે કન્ટેન્ટ માલિકીના ક્ષેત્રમાં એકત્રીકરણ અને વિતરણમાં છેલ્લા 57 વર્ષથી અગ્રણી ભૂમિકા ભજવી છે. શેમારૂમી હવે ડિજિટલ ઇકોસિસ્ટમના મહત્વપૂર્ણ ખેલાડી તરીકે વિકસિત થયું છે. ‘Shemaroo Me’ દરેક શૈલીમાં અને ગુજરાતી, મરાઠી, પંજાબી જેવી વિવિધ ભાષામાં, અલગ અલગ વય જૂથોમાં કન્ટેન્ટ પહોંચાડે છે. અને ચલચિત્રો, કોમેડી, ભક્તિ અને બાળકો જેવી વૈવિધ્યપૂર્ણ શ્રેણીઓમાં દરેક જૂથોનું મનોરંજન આપે છે. ‘Shemaroo Me’ બોલિવૂડ પ્રીમિયર તરીકે એક અનોખી ઓફર આપે છે. જે પ્લેટફોર્મ દર શુક્રવારે વખાણાયેલી બોલિવૂડ મૂવીનું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર પ્રદર્શિત કરે છે. ‘Shemaroo Me’ ગ્રાહકોને વિવિધ કન્ટેન્ટ કેટેગરીમાંથી સબ્સ્ક્રિપ્શન્સ પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. ‘Shemaroo Me’ ભારતમાં બહોળા પ્રમાણમાં સ્વીકૃતિ મળી છે, અને હાલમાં જ અમેરિકાના બજારની સાથે સાથે દક્ષિણ પૂર્વ, મધ્ય પૂર્વ એશિયા, યુકે અને અન્ય ભારતીય બજારોમાં પણ તેને લોન્ચ કરવામાં આવ્યું છે.

હાલમાં ‘Shemaroo Me’ દરેક સ્થળોએ ઉપલબ્ધ છે, તેની ઉપસ્થિતિ 150 દેશોમાં છે, જ્યાં ગ્રાહકો તેમના ઘરોમાં આરામથી મનગમતા મનોરંજનનો લાભ લઇ શકે છે. ગ્રાહકો ગૂગલ પ્લે, આઇઓએસ એપ સ્ટોર અને http://shemaroome.com/ પરથી ‘Shemaroo Me’ની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. આગળ આપણે જાણ્યું તેમ ‘Shemaroo Me’ પ્રેક્ષકો માટે ટીવી, એમેઝોન ફાયર ટીવી સ્ટીક, ક્લાઉડ વૉકર ટીવી, એમઆઈ ટીવી, રોકુ, જીઓ એપ અને અન્ય વિવિધ પ્લેટફોર્મ્સ પર સબસ્ક્રિપ્શન સાથે ઉપલબ્ધ છે.