શું તમને ખબર છે તમારા ફેવરેટ ફિલ્મી સિતારાઓ કેટલુ ભણેલા છે?

આપણે બધા જાણીએ જ છીએ કે જીવનમાં શિક્ષણનું કેટલું મહત્વ છે. કહેવાય છે કે શિક્ષણ કામિયાબી સુધી પહોંચવાની પહેલી સીળી છે, પણ બોલીવુડના કેટલાક એવા સિતારાઓ છે જેઓએ ફિલ્મમાં કેરિયર બનાવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો . તો કેટલાક એવા પણ સિતારાઓ છે જેમને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પછી બોલીવુડમાં પ્રવેશ કર્યો. તો આવો જાણીયે બોલીવુડના આ સિતારાઓના ભણતર વિશે…

આલિયા ભટ્ટ :

 • આલિયા ભટ્ટએ સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે ૧૯ વર્ષની વયે કારકિર્દીની શરૃઆત કરી હતી.
 • આલિયા ભટ્ટને હજુ સેકન્ડરી એજ્યુકેશન પણ પુરું કરવાનું બાકી છે.

રણબીર કપૂર :

 • રણબીર કપૂરે બોમ્બે સ્કોટિશ સ્કુલ ખાતે ભણ્યો છે.
 •  તેણે H.R. College of commerce ખાતેથી ગ્રેજ્યુએશન કર્યું છે.
 •  ન્યુયોર્ક સિટીમાં સ્કુલ ઓફ વિઝ્યુઅલ આર્ટસમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ પણ કર્યો છે.

દિપીકા પાદુકોણ :

 • ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી દીપિકાએ બેંગ્લોરની માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી ગ્રજ્યુએશનની શરૂઆત કરી હતી.
 • એક્ટિંગ અને મોડેલીંગ માટે તેને આગળ ભણવાનું છોડી દીધું હતું.

સુશાંત સિંહ રાજપૂત :

 • સુશાંત સિંહ રાજપૂત એન્જિનીયરીંગ કોલેજમાં એડમિશન લીધેલું હતું અને તેણે ચાર વર્ષના કોર્સ ને ત્રણ વર્ષ થયાને ડ્રોપઆઉટ લીધો હતો.

આયુષ્માન ખુરાના :

 • આયુષ્માન ખુરાનાએ ચંદીગઢમાંથી સ્કૂલિંગ કર્યું છે.
 • તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ પણ કર્યું છે.

આમિર ખાન :

 • આમિર ખાનને બોલીવુડમાં ખૂબ જ બુદ્ધિમાન માનવામાં આવે છે.
 • આમિર ખાનને ફક્ત 12માં ધોરણ સુધીજ અભ્યાસ કરેલો છે.

વિદ્યા બાલન :

 • વિદ્યા બાલનએ સોશિયોલોજીમાં ગ્રેજ્યુએટ કરેલું છે.

પરિણીતી ચોપડા :

 • પરિણીતી ચોપડાનો જવાબ નહી. તેણે મેનચેસ્ટર બિઝનેસ શાળામાંથી બિઝનેસ ફાઈનેંસ અને ઈકોનોમિક્સમાં ટ્રિપલ ઓનર્સ કર્યુ છે.

સલમાન ખાન :

 • સલમાન ખાને સિંધિયા શાળા ગ્વાલિયર અને સેંટ સ્ટાનિસલોસ હાઈ સ્કુલ મુંબઈથી અભ્યસ પુરો કર્યો.
 • નેશનલ કોલેજ મુંબઈમાં એડમિશન લીધુ પણ ફિલ્મોના ચક્કરમાં કોલેજ જવાનું છોડી દીધુ.

અક્ષય કુમાર :

અક્ષય કુમારે ગુરૂનાનક ખાલસા કોલેજમાં એડમિશન લીધું. પરંતુ તેમને ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં જ કોલેજ છોડી દીધી અને બેંકોક માર્શલ આર્ટ્સ શીખવા ચાલ્યા ગયા.