Abtak Media Google News

626 શાળાઓમાં 1.26 લાખ છાત્રોની કસોટી સૌથી વધુ સુરતમાં 18044 વિદ્યાર્થીઓ

ડિગ્રી ઈજનેરી, ફાર્મસી અને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સટેસ (ગુજકેટ)ની પરીક્ષા આજે રાજયની  626 શળાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં  લેવાય હતી. પોતાની કારકીર્દી સુનિશ્ર્ચિત  કરવા માટે 1.26 લાખ છાત્રોએ ગુજકેટની પરીક્ષા આપી હતી.

ગુજકેટની પરીક્ષામાં આજે એક જ દિવસમાં ત્રણ પેપર લેવામાં આવ્યા હતા. સવારે પ્રથમ સત્રમાં  ફિઝિકસ અને કેમિસ્ટ્રીનું પેપર લેવામાં આવ્યું હતુ. જયારે બીજા સત્રમાં બાયોલોજી પેપર લેવામાં આવ્યુંં હતુ. બપોર પછીના સત્રમાં ગણીતનું  પેપર લેવામાં આવ્યુંં હતુ. એકજ દિવસમાં સવારે 9.30 કલાકથી 4.05 કલાક સુધીના  સમયમાં ત્રણ પેપર લેવામાં આવ્યા હતા.ડિગ્રી ઈજનેરી, ફાર્મસી અને મેડિકલમાં   પ્રવેશ મેળવવા માટે 1.30 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જેમાં સુરતમાં સૌથી વધુ  18044 વિદ્યાર્થીઓ જયારે આહવામાં સૌથી ઓછા  347 વિદ્યાર્થી હતા. ગુજરાત બોર્ડના 115135 વિદ્યાર્થી, બિહાર બોર્ડના 54 છાત્રો, સીપીએસઈના  13570 છાત્રો, સીઆઈએસસીનાં 543 છાત્રો, મહારાષ્ટ્ર બોર્ડના 31 છાત્રો, નેશનલ ઓપન સ્કુલના  546 છાત્રો, રાજસ્થાન બોર્ડના  72 છાત્રો, યુપી બોર્ડના  56 છાત્રો અને ભારત બહારના 13 છાત્રોએ  ગુજકેટની પરીક્ષા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.