ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખપદે નરેન્દ્રબાપુની સર્વાનુમતે વરણી

જ્ઞાતિની બંને વાડીના ભાડામાં થોડો વધારો કરવાનો નિર્ણય: વિવિધ સંગઠનના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો નિમાયા

નરેન્દ્રભાઇ એમ . સોલંકીની શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી  કરવામાં આવી છે.તેઓ છેલ્લા 30 થી વધુ વર્ષોથી કડિયા જ્ઞાતિનું સુકાન સંભાળે છે.   જેમાં લોહાણાપરા મહાજનવાડી , જાગનાથ બોર્ડીંગ , કાલાવડ રોડ ઉપર મોહન માંડણ વિદ્યાર્થી ભવન , કડિયા જ્ઞાતિ વિદ્યાર્થી મંડળ , સમુહલગ્ન સમિતિ , સાંસ્કૃતિક સમિતિ , શ્યામવાડી વિગેરે સંસ્થાઓનું તેઓ સફળતાપૂર્વક સંચાલન કરી રહયા છે . રાજકોટમાં હાલમાં જ્ઞાતિ સમસ્તની ટાઇટલ કલીયર અવસ્થામાં કરોડો રૂપિયાની સ્થાવર મિલ્કતો આવેલી છે . જેની તેઓ દેખભાળ કરી રહ્યા છે.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વિવિધ સંસ્થાના કારોબારી સભ્યો/ટ્રસ્ટીઓની ચૂંટણી/પસંદગી કરવા માટે  શ્યામવાડી ખાતે સામાન્ય  સભા બોલાવવામાં આવી  હતી. સૌ પ્રથમ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત , રાજકોટ પ્રમુખ તરીકે શ્રી નરેન્દ્રભાઇ એમ . સોલંકી ના નામની દરખાસ્ત થતાં હાજર રહેલ તમામ જ્ઞાતિ બંધુઓએ સર્વાનુમતે તેઓની પ્રમુખ તરીકે વરણી કરી હતી. જયારે શ્યામવાડીના પ્રમુખ તરીકે  મનસુખભાઇ વી.  વિદ્યાર્થી મંડળના પ્રમુખ તરીકે  ડી.પી. રાઠોડ, બોર્ડીંગ કમિટિના ચેરમેન તરીકે  નરસિંહભાઇ સવાણી, સમુુહલગ્ન સમિતિના પ્રમુખ તરીકે  રશ્મીનભાઇ કાચા તથા સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે  વિરેન કાચાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. વાઇસ ચેરમેન દિનેશભાઇ જાવીયાને પસંદ કરવામાં આવ્યા હતાં.

દરેક સંસ્થાઓના પ્રમુખશ્રીઓની પસંદગી બાદ તેમના કારોબારી સભ્યો તથા અન્ય હોદેદારોની પસંદગી કરવામાં આવી હતી . જ્ઞાતિ સમસ્ત , રાજકોટના ઉપપ્રમુખ તરીકે  હેમરાજભાઇ કાચા , મંત્રી તરીકે  હરસુખભાઇ ચોટલીયા, ખજાનચી તરીકે સુનીલભાઇ ચાવડા તથા કારોબારી સભ્યોમાં  નંદલાલભાઇ રાઠોડ, જયંતભાઇ ગાંગાણી, દામજીભાઇ ચોટલીયા ની પસંદગી થઇ હતી. શ્યામવાડી ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે  કિશોરભાઇ પરમાર, મંત્રી તરીકે  રતિભાઈ ટાંક , સહમંત્રી તરીકે  કાંતિભાઇ રાઠોડ, ખજાનચી તરીકે  કાંતિભાઇ ચાવડા તથા કારોબારસ સભ્યોમાં પ્રવિણભાઈ રાઠોડ, બીપીનભાઇ ચોટલીયા, કરશનભાઈ ગાંગાણી , કિરિટભાઇ રાઠોડ, રાજુભાઇ કાચા, અરવિંદભાઇ ગોહેલ , હિતેષભાઇ રાઠોડ તથા હિતેષભાઇ ટાંકની પસંદગી કરવામાં આવી હતી.

વિદ્યાર્થી મંડળના ઉપપ્રમુખ તરીકે  જયેશભાઇ ટાંક , મંત્રી –  હસમુખભાઇ ગોહેલ , ખજાનચી –  રવિભાઇ વાઘેલા , સહમંત્રી –  ભાવિનભાઇ ચોટલીયા , તથા કારોબારીમાં જગદીશભાઇ ચોટલીયા , હરીભાઇ પરમાર , ધવલ ટાંક સંજય ગાંગાણી , તથા બાબુભાઇ રાઠોડ , રાકેશભાઇ મનાણી , જયેશભાઈ ટાંક , જયેશભાઇ જાદવ , તેજસભાઈ રાઠોડ , તેજસભાઇ ગાંગાણીની પસંદગી કરવામાં આવી હતી. વિદ્યાર્થી બોર્ડીંગ સમિતિમાં  બાબુભાઇ સોલંકી , તેજસ એમ . મકવાણા , મનોજ એસ . ગાંગાણી , કમલેશભાઇ ચૌહાણ , મહેન્દ્રભાઇ ગાંગાણી , કમેશભાઇ ચૌહાણ , મહેન્દ્રભાઇ ખોલીયા , દિનેશભાઇ પરમાર , મનસુખભાઇ ગાંગાણી અને અશોકભાઇ એન . સોલંકી તથા ભાર્ગવભાઇ એન . સોલંકીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. જ્ઞાતિની બંને વાડીના ભાડામાં થોડો વધારો કરીને સંસ્થાઓ આર્થિક રીતે પગભર થાય તેવા નિર્ણય લેવાયા હતા .

જાગનાથ બોર્ડીંગ જરિત હોઇ તેનો વિકાસ કરવાનું તથા કાલાવડ રોડ ઉપર આવેલ વિદ્યાર્થી બોર્ડીંગની પડતર જમીનનો પણ વિકાસ કરવાનું ઠરાવવામાં આવ્યુ . જ્ઞાતિના લીગલ એડવાઇઝર તરીકે એડવોકેટ એન્ડ નોટરી   જયંતભાઇ ગાંગાણી તથા એડવોકેટ   પરેશભાઇ બી . મારૂની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.