Abtak Media Google News

Screenshot 11 6 ન્યુમોનીયાની અસર જણાય તો વધુ તકેદારી રાખવી પડે: ડો.જયેશ ડોબરીયા

ફલુના ચાર પ્રકાર પૈકી તેના ભાગ  H3 H2 જોવા મળી રહ્યો છે: અત્યારે આવતા કેસો સામાન્ય જોવા મળે છે,જોખમી નથી પણ તકેદારી રાખવી જરૂરી

પવર્તમાન ઠંડા – ગરમની સિઝનમાં અને શિયાળાની વિદાય બાદ ઉનાળાના પ્રારંભે સીઝનલ માંદગીના કેસો જનરલી વધતાં હોય છે. ફલુ સામાન્ય હોય છે પણ અગાઉના વર્ષો કરતાં આ વખતે ઇન્ફલુએન્ન્ના કેસો આ વર્ષે વધુ જોવા મળે છે. ગુજરાતના વિવિધ શહેરો કોવિડ-19 ના કેસો વઘ્યા છે. ત્યારે પ્રજાએ ડરવાની જરુર નથી પણ સામાન્ય તકેદારી રાખવી જરુરી છે.

‘અબતક’ સાથેની વાતચીતમાં સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાએ જણાવેલ જો ન્યુમોનિયાની અસર જણાય તો દર્દીએ વધુ તકેદારી રાખવી જરુરી છે. ફલુના ચાર પૈકી તેના પેટા ભાગ  H3 H2 અત્યારે જોવા મળી રહ્યો છે. અત્યારે આવતા તમામ કેસો સામાન્ય જોવા મળે છે, જોખમી નથી પણ શહેરીજનો એ સાવચેતી રાખવી જરુરી છે.હાલ જે બિમાર હોય તેને ભીડવાળી જગ્યાએ જવું ન જોઇએ. હાલમાં શરદી  – તાવ – ખંભો દુ:ખવો, માથુ દુ:ખવું, નાકમાંથી પાણી પડવું જેવા ઇન્ફેકશનો જોવા મળે છે.

સામાન્ય તાવ આવ્યા બાદ જો બે ત્રણ અઠવાડીયા ઉઘરસ ચાલુ રહે તો તપાસ કરવી જરુરી છે. તેમ ડો. જયેશ ડોબરીયાએ ‘અબતક’ ને વધુમાં જણાવેલ છે. જનરલ વર્ષના માર્ચ- એપ્રીલ ગાળામાં વાયરલ ઇન્ફેકશન સાથે રુટીંગમાં માંદગીના કેસો વધુ જોવા મળે છે.છેલ્લા બે – ત્રણ વરસથી કોવિડ-19 ને કારણે વિવિધ માંદગી જોવા મળે છે. ત્યારે હવે લોકોએ સેલ્ફ કેર વિશેષ રાખવી જરુરી છે.

ઋતુજન્ય સામાન્ય શરદી, તાવ, ઉઘરસ વિગેરે જોવા મળી રહ્યા છે. ત્યારે ફલુ- ઇન્ફલુએન્જા બાબતે તકેદારી રાખવી જરુરી છે. વૈશ્ર્વિક સ્તરે અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પણ વાયરલ તો આવે ને જશે પણ લોકોએ તેની સાથે તકેદારી રાખીને જીવતા શીખી લેવું પડશે. પવર્તમાન સમયમાં જે બિમારીઓ શહેરમાં જોવા મળી રહી છે તે સામાન્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.