Abtak Media Google News

વિદ્યાર્થીઓને સરકાર તરફથી સ્ટાર્ટ અપ માટે મળી રહી છે અમૂલ્ય તક અને સહાય

કેન્દ્ર સરકારના અમૃત મહોત્સવ અંતર્ગત હેકાથોન 2023નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાતભરની એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હેકાથોન કોમ્પિટિશન અંતર્ગત રાજકોટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે તા 10 અને 11 ફેબ્રુઆરીના રોજ ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવમાં આવ્યુ છે.આ સ્પર્ધામાં ગ્રાન્ડ ફાઇનલમાં 44 ટીમોના 245 વિધ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં જૂદી જૂદી 10 જગ્યાએ હેકાથોન ચાલી રહ્યુ છે જેમાનું એક કેન્દ્ર રાજકોટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે જે ગૌરવની વાત છે.આ કાર્યક્રમની શરૂઆત મોરબી કલેકટર જી ટી પંડ્યા, પીજીવીસીએલના જોઇન્ટ એમડી પ્રીતિ શાહ, પ્રિન્સિપાલ કે.જી મારડિયા, પ્રો. કે. બી રાઠોડ અને  પ્રો. કે. બી શાહ એ દીપ પ્રાગટ્ય દ્વારા કરી હતી.

વિદ્યાર્થિઓ જોબ સીકર નહી પરંતુ જોબ ગિવર બને:જી.ટી.પંડ્યા

મોરબી કલેકટર જી ટી પંડ્યાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે હેકાથોન કોમ્પિટિશનમાં  વિદ્યાર્થીઓ જાતેજ પોતાના નવીન વિચારો દ્વારા સરકાર ના વિવિઘ વિભાગોના પ્રશ્નો ના ઉપાય શોધી કાઢે જેથી  ભણતરની સાથે જ વિદ્યાર્થિઓને સ્ટાર્ટ અપ આઈડિયાની અમલવારી કરી શકાય તે હેતુથી હેકાથોન નું આયોજન કરવામાં આવ્યું છે.જેથી વિદ્યાર્થિઓ જોબ સીકર નહી પરંતુ જોબ ગીવર બને અને જાતેજ પોતાના સ્ટાર્ટઅપ પ્લાન કરી શકે.જેથી ગૂજરાત સરકારની સ્ટાર્ટ અપ પોલિસી દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ ક્ષેત્રે આગળ આવવાની તક મળે.

વિદ્યાર્થીઓને પોતાના વિચારો અમલ કરવા પીજીવીસીએલ આપે છે મંચ:પ્રીતિ શર્મા

પીજીવીસીએલના જોઇન્ટ એમડી પ્રીતિ શર્મા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે પહેલાના સમયમાં ફ્કત વિદ્યાર્થીઓને ભણતર સાથે કોઈ સ્ટેજ નહોતુ મળતું પરંતુ ગયા વર્ષે જ પીજીવીસીએલ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટર્ન તરીકે કાર્ય સોંપવામાં આવ્યું. આ થકી વીદ્યાર્થીઓએ પોતાના નવીન વિચારો દ્વારા ઘણા બધા નવા વિચારોનું સર્જન કર્યું છે ત્યારે આ વર્ષે એક એમ ઓ યુ સાઈન કરવામાં આવ્યું છે. વિજળી એ દરેક ક્ષેત્રમાં પાયાની જરૂરિયાત છે ત્યારે આપણા દેશમાં વધુને વધુ પૂન: પ્રાપ્ય ઊર્જા વીજળી ભારતમાં જ ઉત્પન્ન થાય તેવા વિવિધ વિચારો લઈને વીદ્યાર્થીઓ આવશે તેવી અપેક્ષા છે.

સરકારના 750  પ્રશ્ર્નો ઉપર વિધાર્થીઓએ ખૂબ જ સારી કામગીરી કરી: આચાર્ય કે.જી મારડિયા

ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય કે.જી મારડિયાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એસ એસ આઈ પી પોલિસીમાં જે પાંચ ગણો વધારો થયો છે તે અંતર્ગત વિદ્યાર્થીઓને હવે કોલેજ લેવલથી સ્ટાર્ટ અપ પ્રોજેક્ટમાં સહાયતા મળશે જેથી શરૂઆતના તબક્કામાં જ તેઓ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. સરકારના વિવિધ વિવિધ વિભાગો, મિનિસ્ટ્રી,કોર્પોરેશન અને ઉદ્યોગો દ્વારા અપાયેલી સમસ્યાઓ ઉપર કાર્ય કર્યુ છે. જેમાં એગ્રીકલ્ચર સેટેલાઈટ કોમ્યુનિકેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ગ્રીન એનર્જી ક્લાઈમેટ ચેન્જને લગતા લગભગ 750 જેટલા વિવિધ પ્રશ્નો ઉપર વિધાર્થીઓએ ખૂબ જ સારી કામગીરી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.