Abtak Media Google News
  • રાજકોટના શિવ સ્ટૂડિયોના માલિકે કૉપીરાઈટ એક્ટનો ભંગ કરવાનું સામે આવ્યું

Gujarat News : મોગલ છેડતા કાળો નાગ ગીત સ્વ.આપાભાઇ ગઢવીએ લખ્યું હતું. સ્વ.આપાભાઇ ગઢવીના વંશજોએ ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે અરજી કરી હતી. કોમર્સ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો.

યુટ્યુબ પર કોપિરાઇટનો ઈસ્યુ

આ મામલે યુટ્યુબ પર રોક લગાવવા અરજદારની માગ કરવામાં આવી હતી. જો કે હાલના ધોરણે યુટ્યુબ પરથી ગીત હટાવવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે તેમજ ગીતને તાત્કાલિક અસરથી કાઢી નાખવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ ગીતના કોપીરાઇટના કાયદેસરના વારસદાર તરીકે લેખકના દીકરા નરહર ગઢવીને ગણાવ્યા છે. પાંચ ગીતો પર કોપીરાઇટ હવે નરહર ગઢવી પાસે જ રહેશે જેમાં સોનાનો ગરબો શિરે, લગન લાગી આશાપુરા માતની, માં આશાપુરા આજ ગરબે રમે, આશાપુરા મુકો અબોલડા, મઢવાળી આશાપુરા માવડી રે, અને મોગલ છેડતા કાળો નાગ.

Kavi Aap

ગીત ઉપર હક્ક કોનો?

અરજદારે રાજકોટ કોર્ટમાં જણાવ્યું હતું કે મોગલ છેડતા કાળો નાગ ગીત અરજદારના પિતા આપાભાઈ ગઢવીએ લખ્યું છે. કંપોઝ પણ તેમને કર્યું છે. વારસાઈની દ્રષ્ટિએ તેમનો આ ગીત ઉપર હક્ક બને છે. ગુજરાતમાં અનેક સંસ્થાઓ બહુમાન કરી ચૂકી છે. 60 વર્ષ સુધી કૉપીરાઈટ તેના માલિક પાસે રહે છે. એવામાં રાજકોટના શિવ સ્ટૂડિયોના માલિક સામે કૉપીરાઈટ એક્ટના ભંગનો કેસ બને છે. શિવ સ્ટૂડિયોને આ ગીત પ્રસારિત કરવાની મંજૂરી ના આપી શકાય. આ સાથે જ યુ-ટ્યૂબ પરથી આ ગીતને હટાવવાની માંગ કરવામાં આવી હતી. જેથી રાજકોટની કોર્ટે અરજદારની અરજીને માન્ય રાખીને આ ગીતની રજૂઆત પર રોક લગાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.