Abtak Media Google News
ત્રણ દિવસીય મેળા દરમ્યાન લાખોની સંખ્યામાં લોકો પગપાળા પણ દર્શન માટે આવે છે: મેળો આ વર્ષે 12,13,14 માર્ચના યોજાશે:મોટાભાગના સ્ટોલથી માંડીને મંડપ-ચગડોળ સહિતની વ્યવસ્થા

અબતક ભારતી માખીજાણી, ગાંધીધામ

ગુજરાતમાં કચ્છના નખત્રાણા તાલુકાના કોમી એકતાના પ્રતિક હાજીપીરમાં  3 દિવસીય મેળાને મંજુરી આપવામાં આવી છે. કોરોના મહામારીને પગલે ઉદ્યોગ-ધંધાની સાથે ધાર્મીક સ્થળો પર પણ સરકારે ચોક્કસ નિયમો લાગુ કર્યા હતા જેને લઇને મર્યાદીત સંખ્યામાં ધાર્મીક સ્થળો પર લોકોની ભીડ થતી હતી અને ધાર્મીક મેળાવડા બંધ રખાતા હતા જેને લઇને બે વર્ષ સુધી કોમી એકતાના પ્રતિક હાજીપીરમાં 3 દિવસીય મેળાને પણ મંજુરી મળી ન હતી. જો કે આ વર્ષે હાજીપીર સમિતી તથા મુસ્લિમ સમાજના આગેવાનોઅને કલેકટર વચ્ચે મળેલી બેઠકમાં મંજુરી અપાઇ હોવાનુ હાજીપીરના સરપંચે જણાવ્યુ હતુ. મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ અબ્દુલભાઇ રાયમાએ પણ બે વર્ષ બાદ તંત્રએ આપેલી મંજુરીના નિર્ણયને આવકાર્યો હતો.

દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો કચ્છ,ગુજરાત અને ભારતના અનેક સ્થળો પર આવતા હતા. જો કે કોરોના મહામારીને કારણે મોટી સંખ્યામા લોકો ભેગા ન થાય તે માટે વહીવટી તંત્ર દ્રારા મેળાની મંજુરી અપાતી ન હતી. જો કે કોરોના કેસ ધટતા અને સરકારે નિયમો હળવા કરતા કચ્છના મુસ્લિમ સમાજે મેળાના આયોજન માટે વહીવટી મંજુરી સાથે કલેકટરને મેળો આયોજીત કરવા માટે જણાવ્યુ હતુ.

દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલ હાજીપીર પર ન માત્ર મુસ્લિમ પરંતુ અનેક હિન્દુઓ પણ શ્રધ્ધાથી માથુ ટેકવવા માટે આવે છે. આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે તે શહાબુદ્દીન મુહમ્મદ ઘોરીની સેનામાં સૈનિક તરીકે આ સ્થળે આવ્યા હતા અને. સેવા છોડ્યા પછી તે નરામાં સ્થાયી થયા હતા. ગાયોના રક્ષણ માટે તેમણે શહાદત વહોરી હતી તેમણે હજ કરી હતી તેથી તેઓ હાજી પીરના નામથી ઓળખાય છે. શ્રધ્ધાળુઓ તેને ઝિંદા પીર તરીકે જુવે છે અનેક દાયકાઓથી હાજીપીર ખાતે 3 દિવસના મેળાનુ આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં દર વર્ષે શ્રધ્ધાળુઓ આવે છે.

નખત્રાણા તાલુકાના હાજીપીર ખાતે આયોજીત મેળો કોમી એકતાનુ પ્રતિક કહેવાય છે. કેમકે દર વર્ષે અનેક લોકો અહી માથુ ટેકવવા માટે આવે છે તો ત્રણ દિવસીય મેળા દરમ્યાન લાખોની સંખ્યામાં લોકો પગપાળા પણ દર્શન માટે આવે છે  આ મેળો આ વર્ષે  તારીખ 12,13,14 માર્ચના યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.