હળવદ-ધ્રાંગધ્રાના અગરિયા જીત્યા: નવમા દિવસે આંદોલન સમેટાયું

અગરિયા પરિવારોએ અન્ય વેપારીઓને મીઠુ વેચ્યું: કંપની દ્વારા આગામી દિવસોમાં કનડગત થશે તો અગરિયાઓની ઉગ્ર આંદોલનની ચીમકી

કચ્છના નાના રણમાં કુડા નજીક  કંપનીની કનડગત ને લઇ છેલ્લા નવ દિવસથી આંદોલન કરી રહેલ અગરીયાઓએ આખરે આજે પોતાનું આંદોલન સમેટી લીધું છે અને તેઓએ અન્ય વેપારીઓને પોતાનું મીઠું વેચ્યું છે સાથે જ અગરીયાઓએ એમ પણ જણાવ્યું છે કે હવે પછીના આવતા દિવસોમાં જો કંપની દ્વારા કનડગત કરવામાં આવશે તો અગરિયા પરિવાર દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે

કચ્છના નાના રણમાં હળવદ ધાંગધ્રા ના કેટલાક અગરિયાઓ કુડા નજીક રણમાં જ મભૂ કંપની  હેરાન કરતી હોવાને લઇ આંદોલન પર ઉતર્યા હતા આ દરમિયાન અનેક લોકોએ રણમાં પ્રતિક ધરણા પર બેઠેલા અગરિયા પરિવારો ની મુલાકાત પણ લીધી હતી ત્યારે આજે અગરિયા પરિવારો દ્વારા આંદોલનના નવમા દિવસે પોતાનું આંદોલન સમેટી લીધું છે

વધુમાં અગરિયાઓ જણાવ્યું હતું કે અમે જે જગ્યા ઉપર મીઠું પકવીએ છીએ એ જગ્યા અન્ય કોઈની નહિ પરંતુ સરકારની માલિકીની જગ્યા છે અને અમને અહીં સરકાર દ્વારાજ મીઠું પકવવા ની છુટ આપવામાં આવી છે અને અમે ત્રણ પેઢીઓ ત્યારે મીઠું પકવી છીએ જેથી  હાલ અમે જે મીઠાના પાટા કર્યા છે તે મીઠું પ્રતિ ટન રૂપિયા ૨૭૦ ના ભાવે અન્ય વેપારીઓને વેચવામાં આવ્યું છે

જેથી હાલ અમે અમારું આંદોલન સમેટી લીધું છે હા જોકે આવતા દિવસોમાં કંપની દ્વારા અગરિયા ઓને કોઈ પણ પ્રકારની કનડગત કરવામાં આવશે કે હેરાન કરવામાં આવશે તો અમારા સમાજને તેમજ સામાજિક કાર્યકર્તાઓ ને સાથે લઈ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરતા અમે ખચકાશુ નહીં તેમ પણ ચિમકી ઉચ્ચારી છે