Abtak Media Google News

ગિરનાર જૈન તિર્થમાં ચાર્તુમાસની ઉજવણી

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

દુનિયામાં ડોકિયું કરશો તો આપણું દુ:ખ ઓછું લાગશે અને આમેય પાણી વલોવવાથી માખણ નથી મળતું. તેમ સંસારમાં શોધવાથી સુખ મળતું નથી. તેમ ગિરનાર જૈન તીર્થમાં ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે સીતાબેન કાંતિલાલ શાહ પરિવાર દ્વારા આયોજિત ચાતુર્માસ દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે ધર્મસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું.

પદ્મદર્શનવિજયજી મહારાજે ધર્મસભાને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, કોઈ કડવા શબ્દો કહે તો આપણે અકડાઈ જઈએ છીએ અને મગજનું બેલેન્સ ગુમાવી દઈએ છીએ. કારણ કે, માનવ દુ:ખને જીવી શકવાની તાકાત ગુમાવી ચૂક્યો છે પરંતુ એટલું યાદ રાખજો કે કોઈ પણ દુ:ખ કે સુખ કાયમી નથી, માત્ર કામ ચલાવ હોય છે. અને આમેય જો દુનિયામાં ડોકિયું કરશો તો ખ્યાલ આવશે કે બીજાની અપેક્ષાએ આપણું દુ:ખ તો વામણું છે. જ્યારે આપણું માથું દુ:ખી રહ્યું હોય તેના કરતાં જેના મગજમાં કેન્સરની ગાંઠથી પીડાતા દર્દીનું દુ:ખ કેટલું હશે તેની કલ્પના કરો તો તમને તમારું દુ:ખ ઓછું લાગશે.

જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે અનાવલ વાળા પરિવાર દ્વારા 50 દિવસના ચાતુર્માસ ચાલી રહ્યા છે. જેમાં જેનાચાર્ય હેમવલ્લભ સુરીજી મહારાજ અને પન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની નિશામાં 500 જેટલા આરાધકો, આરાધના કરી રહ્યા છે, સાધકો આરાધનામાં લીન બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.