Abtak Media Google News

કોંગ્રેસના લાખાભાઇ ભરવાડને હારનો સ્વાદ ચખાડી હાર્દિકે બેઠક છીનવી

ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામ દરમિયાન સૌની નજર અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર હતી. આ બેઠક પરથી ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યો હતો. જેની સામે કોંગ્રેસના લાખાભાઇ ભરવાડ મેદાને હતા. જ્યારે હાર્દિક પટેલે વિરમગામ બેઠક પર જીત હાંસલ કરી છે. ખાસ કરીને રાજકીય વિશ્લેષકો માની રહ્યા હતા કે, આ બેઠક પર હાર્દિક પટેલની હાર-જીત તેનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. પાટીદાર નેતા હાર્દિક પટેલના લીધે આ બેઠક પર સૌ કોઇની નજર હતી.

બેઠક નંબર 39 વિરમગામ ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત વિસ્તારના અમદાવાદ જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક છે. વિરમગામ બેઠક સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. આ બેઠક જનરલ ગ્રામ્ય કેટેગરી હેઠળ આવે છે. 2022ની ચૂંટણીમાં વિરમગામ બેઠક પર કુલ 198488 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે ટકાવારી પ્રમાણે 65.57 ટકા મતદાન નોંધાયું હતું.

વિરમગામ ગામ બેઠક પર 3,02,734 કુલ મતદારો છે. જેમાંથી પુરુષ મતદારો 1,56,004 અને મહિલા મતદારો 1,46,726 છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહેલો છે. વર્ષ 2017માં 6,548 મતોથી કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ગત ચૂંટણીમાં અહીં 68.16% ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં 16,983 મતોથી કોંગ્રેસે બાજી મારી હતી. હવે  હાર્દિક પટેલે આ બેઠક પર ભગવો લહેરાવવામાં સફળ બન્યો હોય નવી રાજકીય સફર શરૂ થવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.