Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે પ્રથમ તબક્કામાં ગત 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે મતદાન થયું હતું. દરમિયાન આજે બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આજે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ક્યાં રાજકીય પક્ષને કેટલી બેઠકો મળશે તે માટેના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે.

1. એક્ઝિટ પોલ શું છે અને તે કેવી રીતે હાથ ધરવામાં આવે છે?

એક્ઝિટ પોલ એ લોકો સાથેની વાતચીત અથવા વલણો પર આધારિત છે જેઓ મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવ્યા હતા. આના દ્વારા અંદાજ લગાવવામાં આવે છે કે પરિણામ કઈ પાર્ટી અને ઉમેદવાર તરફ જઈ રહ્યું છે.

2. એક્ઝિટ પોલ ટેલિકાસ્ટ કરવાની પરવાનગી મતદાન પૂર્ણ થયા પછી જ કેમ આપવામાં આવે છે ?

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 126A હેઠળ, મતદાન દરમિયાન એવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ જે મતદારોના મનોવિજ્ઞાનને અસર કરે અથવા તેમના મતદાનના નિર્ણયને પ્રભાવિત કરે. મતદાન સમાપ્ત થયાના દોઢ કલાક સુધી એક્ઝિટ પોલનું પ્રસારણ કરી શકાશે નહીં.

૩. ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચે શું તફાવત છે?

મતદાનના ઘણા સમય પહેલા, મતદારોના વર્તન અને તેઓ શું કરી શકે છે તે જાણવા માટે ઓપિનિયન પોલ કરવામાં આવે છે. જ્યારે એક્ઝિટ પોલ હંમેશા મતદાન પછી થાય છે.

ચુંટણી પંચ દ્વારા ૫ વાગ્યા બાદ મતદાન પૂરું થઈ ગયા પછી એક્ઝીટ પોલ દ્વારા અનુમાન લગાડવામાં આવતા હોય છે ત્યારે ચુંટણીપંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સાંજે 6-30 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના અનુમાન, એક્ઝિટ પોલ પર જાહેર કરી શકશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.