Abtak Media Google News

Table of Contents

અધ્યતન લેબ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થતા અનુભવી શિક્ષકોની ટીમથી સજ્જ હરિવંદના કોલેજ

પરફેક્ટ પ્લેસ ફોર પ્લેસમેન્ટના મંત્રને અનુસરી વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ

1500થી વધુ વિધાર્થીઓ હરિવંદનામાં અભ્યાસ કરી ઉચ્ચ સ્થાન પર સ્થાયી થયા

કારકિર્દી લક્ષી કોર્ષ સાથે વિધાર્થીઓમાં રહેલા કૌશલ્યને ઉજાગર કરવામાં આવે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન હરીવંદના કોલેજ માત્ર અભ્યાસ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી શૈક્ષણિક સંસ્થા છે. 2016 માં પૂજ્ય હરિપ્રસાદ મહારાજ ના આદેશથી અને વિચારથી શરૂ થયેલી હરીવંદના કોલેજ વિદ્યાસાથે વિદ્યાર્થીઓમાં રહેલી કૌશલ્યને પણ ઉજાગર કરવાનું કામ કરે છે. હાલ કોલેજમાં 13 જેટલા અભ્યાસક્રમો કરાવવામાં આવી રહ્યા છે અને આ કોલેજમાં અત્યારે આશરે 3,000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અત્યાર સુધી 1500થી વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં વિવિધ વિષયોમાં અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ સ્થાને સ્થાયી થયા છે.

હરિવંદના કોલેજ ટેકનીકલ શિક્ષણ આપવા માટેની એક શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા તરીકે પણ પ્રસ્થાપિત થઈ છે જેમાં પ્રતિવર્ષ એક થી બે ગોલ્ડ મેડલ યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને મળી રહ્યા છે. તો સામે સેવાનો આશ્રય અને મહિલા ઉત્કર્ષ ના મુદ્દા ને પણ હરી વંદના કોલેજ ખૂબ સારી રીતે ચરિતાર્થ કરી રહી છે. શું કરો છો હરી વંદના કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નિશુલ્ક પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે અને પરિવાર જેવો માહોલ પણ ઉભો કરવામાં આવ્યો છે.

Screenshot 6 20

ટેકનિકલ એજ્યુકેશન આપવા માટે સારી એવી લેબોરેટરીની પણ જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે હરીવંદના કોલેજમાં પણ અધ્યતન લેબો ઊભી કરવામાં આવી છે સામે અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. કોલેજની સફળતા માટેનું સૌથી

મોટું કારણ છે. વિદ્યાર્થીઓને યોગ્ય રોજગારી મળી રહે તે માટે હરી વંદના કોલેજ દ્વારા એક મંત્રને અનુસરવામાં આવ્યું છે અને એક મંત્ર નિર્ધારિત કરાયો છે કે પરફેક્ટ પ્લેસ ફોર પ્લેસમેન્ટ. ત્યારે હરીવનના કોલેજ એકમાત્ર સંસ્થા છે કે જે ટેકનિકલ કોર્સનો અભ્યાસક્રમ કર્યા બાદ વિદ્યાર્થીઓને સારી એવી જગ્યા ઉપર રોજગારી મળી જાય છે. ને હાલ 1100 થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્થાન ઉપર રોજગારી મેળવેલી છે.

હરિવંદના કોલેજને ઉચ્ચતર ઉપર લઈ જવા માટે કટિબધ્ધ: સર્વેશ્વરભાઈ ચૌહાણ

હરીવંદના કોલેજના કેમ્પસ ડાયરેક્ટર સર્વેશ્વરભાઈ ચૌહાણએ વાતચીત કરતા જણાવ્યું હતું કે હરીવંદના કોલેજ જે રીતે સતત સફળતાના શિખરો સર કરી રહી છે તે જ રીતે આવનારા દિવસોમાં પણ આ કોલેજને ઉચ્ચ સ્તર ઉપર લઈ જવા માટે સમગ્ર સ્ટાફ કટિબદ્ધ છે. કારણ કે હરી વંદના કોલેજ માત્ર અભ્યાસ જ નહીં પરંતુ સંસ્કારોનું સિંચન પણ કરે છે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અને તેમનામાં રહેલી કલા અને કૌશલ્યને ઉજાગર કરવા માટેનું કાર્ય કરે છે.

વધુમાં તેઓએ કોલેજની સફળતા વિશે જણાવ્યું હતું કે કોલેજ પાસે જે શિક્ષકો અને પ્રજ્ઞાપકોની ટીમ છે તેના કારણે વિદ્યાર્થીઓ ની સફળતા સતત વધી રહી છે અને યુનિવર્સિટી મારફતે અનેક ગોલ્ડ મેડલ પણ વિદ્યાર્થીઓને મળી રહ્યા છે. કોલેજને વધુને વધુ વિકસિત કરવા માટે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે અને આનંદિત રહે તે માટે વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વિકસિત કરવામાં આવશે.

માત્ર શિક્ષણ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને વ્યવસાયિક બનાવવાનો કોલેજનો લક્ષ્ય: સાગરભાઈ બાબરીયા

હરીવંદના કોલેજના સાગરભાઇ બાબરીયાએ જણાવ્યું હતું કે હરી વંદના કોલેજ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને વ્યવસાયિક બનાવવા ના હેતુથી કાર્ય કરે છે. કોલેજમાં 13 કોર્સિસ ચલાવવામાં આવે છે અને દરેક કોષની એક અલગ જ મહત્વતા છે જે અંગે વિદ્યાર્થીઓને જાગૃત અને માહિતગાર પણ કરવામાં આવતા હોય છે. તેઓએ જણાવ્યું હતું કે કોલેજ પાસે અધ્યતન લેબ લાઇબ્રેરી ની પણ સુવિધા છે જેનાથી વિદ્યાર્થી ખુબજ સરળતાથી અભ્યાસ કરી શકે છે.

કોમ્પિટીટીવ પરીક્ષા માટે પણ શિક્ષકો ખુબજ સારી મહેનત કરાવે છે: યુતિ કારેલીયા

ટી.વાઈ બીએસસીમાં અભ્યાસ કરતી યુતી કારેલીયાએ જણાવ્યું હતું કે હરીવંદના કોલેજમાં અભ્યાસ કરવાનો એક અનેરો આનંદ છે કારણ કે અહીં અભ્યાસ કરાવતા શિક્ષકો માત્ર શૈક્ષણિક અભ્યાસક્રમ માટે જ નહીં પરંતુ કોમ્પિટિટિવ પરીક્ષા માટે પણ ખૂબ સારી રીતે મહેનત કરાવે છે. અભ્યાસક્રમમાં કોઈપણ પ્રકારે જો કોઈ ડાઉટ કે પ્રશ્ન ઉદ્ભવિત થાય તો કોઈ પણ સમયે શિક્ષકો તે ડાઉટ સોલ્વ કરાવે છે જે કોલેજ નું સૌથી મોટું જમા પાસું છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીનીઓ ઉચ્ચ અભ્યાસ અથવા તો ટેકનિકલ અભ્યાસમાં રુચિ ધરાવતા હોય તેઓએ હરિ વંદના કોલેજમાં જ અભ્યાસ કરવો જોઈએ કારણ કે અહીં સર્વાંગી વિકાસની સાથો સાથ સ્વરક્ષા માટે એનસીસી કેમ્પનું પણ એક વિશેષ આયોજન કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલું છે.

હરિવંદના કોલેજનું વાતાવરણ એકદમ ઘર જેવું: પ્રિયાંસી નિમ્બારક

હરીવંદના કોલેજમાં અભ્યાસ કરતી પ્રિયાંશી નિમ્બારકે વાતચીત કરતા જણાવ્યું હતું કે હરીવંદના કોલેજનું વાતાવરણ એકદમ ઘર જેવું છે. અહીં અભ્યાસ કરવા આવીએ તો એવું નથી લાગતું કે કોલેજમાં અભ્યાસ કરે છે ઘરે કેમ ગુણવત્તા યુક્ત રીતે અભ્યાસ કરવામાં આવતો હોય તેવી અનુભૂતિ અહીં કોલેજમાં થાય છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે કોલેજમાં જે શિક્ષકોની ટીમ છે તે એકવાર નહીં પરંતુ અનેકવાર વિદ્યાર્થીઓને સમજાવે છે જેથી તેઓને કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન રહે એટલું જ નહીં શિક્ષકો માટે વિદ્યાર્થીઓ તેમના સંતાનોની જેમ હોય તેવું વાતાવરણ અહીં હરીવંદના કોલેજમાં જોવા મળી રહ્યું છે.

વિદ્યાર્થીનીઓ માટે હરીવંદના કોલેજ અભ્યાસ કરવા માટે એક મંદિર: ખુશી ત્રિવેદી

બીએસસી ટી.વાઈ કેમિસ્ટ્રીમાં અભ્યાસ કરતી ખુશી ત્રિવેદીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ માટે કોલેજ અભ્યાસ કરવા માટે એક મંદિર છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે સારી શાખ ધરાવનાર શૈક્ષણિક સંસ્થા કોલેજ 30 થી વધુ કંપનીઓ સાથે ટાયપ કરેલું છે જેથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને સારું એવું પ્લેસમેન્ટ પણ મળે છે ત્યારે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા એકતા હોય અને તો તેઓએ હરિ વંદના કોલેજમાં જ અભ્યાસ કરવો જોઈએ અહીં વિદ્યાર્થીનીઓ માટે ખૂબ સારી સગવડ સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.