Abtak Media Google News

એકવા યોગ પાણીમાં કરવાનાં હોવાથી અધરા આસનો પણ આસાનીથી થઇ શકે છે

ફેઇસ યોગા આંખોની આજુબાજુનાં કાળા ધબ્બા દુર કરી ચહેરાની સુંદરતા વધારે છે

એકવા યોગા એટલે ‘પાણીની અંદર કરાતા યોગ’ કે જે સામાનય રીતે બહાર જમીન પર થતાં યાગ-આસનોની જ એક દતક લેવાયેલી પઘ્ધતિ છે.એકવાયોગ- સ્વીમીંગ પુલ, તળવા, નદી કે સમુદ્રમાં પાણીની અંદર કરવામાં આવે છે.

જે લોકોની શારીરીક ક્ષમતા સાથી નથી અથવા નાજુક તબીયતવાળા છે તે લોકો એકવા યોગા દ્વારા યાગ કરીને યોગના ફાયદા લઇ શકે છે. તથા જે લોકો શારીરીક નબળાઇવાળા જેમ કે બહુ વધારે વજન હોય, ઘુંટણના કે સાંધાનો દુખાવો હોય, વા હોય તેમજ જે લોકો  જમીન પર યોગ કે કોઇ શારીરીક એકસરસાઇઝ કરી શકતા નથી તેના માટે એકવાયોગ વરદાન સ્વરુપ છે.એકવાયોગ એ પાણીની બહાર જે યોગા કરીએ છીએ એ જ પ્રીન્સીપલ, સિઘ્ધાંતને અનુસરે છે. એકવાયોગામાં પણ શ્ર્વાસો શ્ર્વાસની ક્રિયા અને મનની એકાગ્રતા પર પુરુ ઘ્યાન રાખવાનું હોય છે. કર્ફ માત્ર એટલો જ છે કે જે આસન જમીનની ઉ૫ર કરીએ છીએ તે પાણીની અંદર કરવાના હોય છે.

એકવાયોગા સાયન્સના બોયન્સી પ્રિન્સિપાલને કારણે આસાન છે. બોયન્સી ને બોયન્ટ ફોર્સ પણ કહેવામાં આવે છે. કોઇપણ પદાર્થ ઉપર જયારે તે સંપૂર્ણ પણે કે ભાગમાં કોઇ પ્રવાહ પડે છે અને તે પ્રવાહનો બળ, તે પદાર્થ પર પડે તેને બોયન્સી ફોર્સ કહે છે.આ બોયન્સી પ્રીન્સીપલને કારણે પાણીમાં વ્યકિતને તેનું શરીર હળવું લાગે છે અને પોતાના શરીરના વજનનો અનુભવ થતો નથી.પાણીની બોયન્સીને કારણે શરીરના સાંધા ઉપર જોર ઓછું પડે છે તેના કારણે સ્ટેન્ડીંગ અને બેલેન્સીંગના આસનો આસાનીથી થાય છે અને તેના જ કારણે બહાર જે આસનમાં જમીન પર સ્ટ્રેચીંગ ન આવતું હોય તે પાણીમાં આસાનીથી થાય છે અને મહત્તમ સ્ટ્રેચીંગ દ્વારા આસન કરી શકાય છે.

એકવાયોગના ફાયદા નીચે મુજબ થાય છે

એકવાયોગ દ્વારા વ્યકિત પોતાના શરીરનું બેલેન્સ  સારી રીતે કરી શકે છે., પાણીમાં દર્દનો અહેસાસ થવાથી અઘરા આસનો પણ આસાનીથી થાય છે. અને જેના કારણે વ્યકિતને પોતાના જુના અને હઠીલા દર્દમાં રાહત થાય છે., પાણીમાં આસન કરવાથી થાકનો અનુભવ ઓછો થાય છે., વ્યકિતની કામ કરવાની કાર્યક્ષમતા અને ગતિમાં વધારો થાય છે., આખા શરીરને મજબુત બનાવે છે., શ્ર્વાસ લાંબા અને લયમય બને છે.

એકવાયોગા માનસીક, ભાવનાત્મક અને આઘ્યાત્મીક સ્તરે પણ લાભદાયી છે. લાંબો સમય પાણીમાં નહાવું કે પાણીમાં પડયા રહેવું એ એક પ્રકારની હીલીંગ પ્રેકટીસ તરીકે પણ જાણીતી છે.

રેગ્યુલર એકવાયોગા કરનાર વ્યકિતનો એવો અભિપ્રાય હોય છે કે તેને જુના દર્દમાં રાહત મળી છે તેની શારીરીક કાર્યક્ષમતામાં વધારો થયો છે અને તે જીવનના ગમે તે ઉતાર-ચઢાવમાં મનની એકાગ્રતાને ગુમાવતા નથી.

આજકાલ લોકોની લાસફ ખુબ જ ભાગદોડવાળી અને તનાવગ્રસ્ત થઇ ગઇ છે. કલાકો સુધી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલમાં કામ કરવાથી અને પુરતી નીંદર ન થવાથી રાત ઉજાગરાના કારણે આંખોની આજુબાજુ કાળા ધબ્બા ડાર્ક સર્કલસ થઇ જાય છે ચહેરો નિસ્તેજ અને મુરજાયેલો લાગે છે.

આપણા ચહેરા પર બાવન જાતના અલગ અલગ મસલ્સ હોય છે ઉમરની સાથે સાથે અને સામાજીક જવાબદારીઓએ આપણને આ મસલ્સનો ઉપયોગ કરવાનું બંધ કરાવી દીધું છે. નાના બાળકની માફક નથી તો મોં બગાડી શકતા, નથી પુરતુ રડી શકતા કે નથી ખળખળાટ હસી શકતા, ચહેરો પુરા દિવસ કામના ટેન્સનને લઇને કે આપણા સ્વભાવને કારણે સ્ટ્રેસમાં રહે છે. ખેંચાયેલ રહે છે આપણા ચહેરાના દરેક મસલ્સનો રેગ્યુલર ઉપયોગ ન થવાને કારણે ત્યાં ચરબી જમા થાય છે ચહેરા પર કરચલીઓ પડવા માંડે છે.વધતી ઉમરએ એક સામાન્ય પ્રક્રિયા છે તેને રોકી શકાતી નથી. પરંતુ જો તેના વિશે થોડી કાળજી લઇએ થોડા યોગ, પ્રાણાયાય, આસનનો અભ્યાસ કરીએ અને થોડી ખાનપાનમાં જાળવણી રાખીએ તો ચોકકસ તેને થોડી પાછી તો ઠેલવી જ શકાય છે.અહીં યોગનો જ એક ભાગ ફેઇસ યોગા વિશે થોડું જાણીએ

ફેઇસ યોગા શું છે ?

ફેઇસ યોગાએ ચહેરાની એવી કસરત છે કે જેમાં શ્ર્વાસોશ્ર્વાસની કિયાની સાથે એકયુપ્રેસરનો તેમજ યોગની પુરત ક્રિયાઓનો અભ્યાસ થાય છે?

નોર્થ વેસ્ટન યુનિ. સ્કુલ ઓફ મેડીસીન અમેરિકા દ્વારા ૨૦૧૮ માં કરવામાં આવેલ સર્વે સ્ટડી મુજબ દરરોજ મઘ્યમવયની સ્ત્રી જો ૩૦ મીનીટ સુધી ફેઇસ યોગા કરે તો અંદાજે ર૦ અઠવાડીયા બાદ તેના દેખાવમાં ઘણું જ ઇન્પ્રુવમેન્ટ આવે છે અને તેના અપર-લોવર ચીકનો સારો આકાર આવે છે. આનો સિઘ્ધાંતો એ છે કે ચામડીની અંદરના સ્નાયુનું ઘડતર કરવામાં આવે તો ચહેરા ભરાવદાર લાગે છે

ચહેરાની ચરબી ઓગળે છે. ફેઇસ યોગા વધતી ઉમરની પ્રક્રિયાને ધીમી કરે છે ચહેરા પરના અને મન પરા તનાવને દુર કરે છે ફેઇસ યોગા, ગાલ, આંખ, કપાળ, દાઢી, ગળા પરની ઉમરની સાથે આવતી કરચલીને દુર કરે છે. વધતી જતી ઉમરના કારણે ચહેરા પર થતા નિશાનને ઓછા કરે છે. ચહેરા પર બ્લડ સરકયુલેશનને તેજ કરે છે. ફેઇસ યોગાના અલગ અલગ પોઝ હોય છે જેમ કે….. બલુન પોઝ, ફીશ પોઝ, લાયન પોઝ, હનુમાન પોઝ, બુઘ્ધા પોઝ, આ સિવાય આંખની કપાળની, ગળાની તથા ચહેરાની જુદી જુદી ૩ર પ્રકારની કસરતો ફેઇસ યોગામાં છે. આ બધા જ પોઝ બ્રિધીંગની સાથે સાથે થાયછે. શ્ર્વાસો શ્ર્વાસની ક્રિયા દ્વારા કરવામાં આવે તો જ આ યોગ તેનો પૂરતો ફાયદો આપે છે.

ફેઇસ યોગાના નિયમીત અભ્યાસથી ચહેરા પર બ્લડ સરકયુલેશન સારુ થાય છે આ કારણે ખીલ, કાળા ધબ્બા, ડાર્ક સર્કલ, ચહેરા પર ચરબી જમા થવી, ઉંમર પહેલા ચહેરા પર કરચલીઓ દેખાવી, ડબલ ચીન જેવી સમસ્યા દુર થાય છે જડબાના હાડકા મજબુત બને છે. ચહેરાની માંસપેશીમાં કસાવ આવે છે.  આ યૌગીક એકસરસાઇઝ એકદમ સરળ અને સામાન્ય છે. કોઇપણ વ્યકિત દિવસમાં કયારેય પણ કરી શકે છે પોતાનું કામ કરતા કરતા

પણ આ ક્રિયાઓ થઇ શકે છે. આ સાથે થોડું મેડી ટેશન, પ્રાણાયામમાં કપાલભાતી, અનુલોમ, વિલોમ, તથા ભ્રામરી પ્રાણાયામ પણ એજીંગ પ્રોસેસને ધીમી કરે છે. પ્રાણાયામ અને મેડીટેશનની મન પ્રસન્ન રહે છે અને જો મન પ્રસન્ન હશે અને ચહેરા પર થોડું સ્માઇલ હશે તો તો એ ચહેરા મોહક બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.