Abtak Media Google News

સમલૈંગીકોને પરેશાન કરતી આઈપીસી કલમ ૩૭૭ રદ્દ કરવાની માંગણી અંગે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચ કરશે સુનાવણ

દેશમાં ગે સેકસ અને લેસબીયન સબંધોમાં બંધારણની કલમ ૩૭૭ બાધરૂપ હોવાનો આરોપ લગાવી એલજીબીટી કોમ્યુનિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૭૭ રદ કરવાની માંગણીનો પુન: વિચાર કરવા અરજી કરવામાં આવી છે. જેની આજે પાંચ જજોની બેંચ સુનાવણી કરશે.

પ્રાપ્ત વિગતો મુજબ ભારતના બંધારણના કાયદાની કલમ ૩૭૭ હેઠળ લેસબીયન અને ગે કોમ્યુનિટીને પોલીસ હેરાન કરતી હોવાનો આરોપ લગાવી એલજીબીટી કોમ્યુનિટી દ્વારા બંધારણની કલમ ૩૭૭ અંગે પુન: વિચાર કરવા સુપ્રીમ કોર્ટમાં દાખલ યેલી અરજીને લઈ આજી પાંચ જજોની બેંચ આ કેસની સુનાવણી હાથ ધરનાર છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૯માં દિલ્હીના હુકમને રદબાતલ કરી કલમ ૩૭૭ને રદ્દબાતલ રાખવામાં આવી છે.

એલજીબીટી કેસને લઈ ૧૦ તથ્યો જોઈએ તો જાન્યુઆરીમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની બેંચે ઉલ્લેખ કર્યો હતો કે સામાજિક નૈતિકતા વયી વયમાં બદલાય છે અને જે કોઈ કુદરતી છે તે બીજા માટે કુદરતી ની. જે લોકો પોતાની પસંદગીનો ઉપયોગ કરે છે તેઓ કોઈ ડરની સ્થિતિમાં ન રહેવા જોઈએ. અદાલતે જણાવ્યું હતું કે, પસંદગીના કાયદાને સરહદો પાર કરવાની પરવાનગી ની પરંતુ નિર્દેશ કરે છે કે કાયદો જીવન અને સ્વાતંત્રતાના બંધારણીય હકો રદ અવા ઘટાડવામાં ન કરી શકે.

પાંચ જજોની બેંચ જે મુદ્દાને પુન: તપાસ કરશે તેમાં મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રા આગેવાની કરશે અને ન્યાયમૂર્તિ આર. એફ. નરીમાન, એ. એમ. ખાનવીલકર, ડી. વાય. ચંદ્રચુડ અને ઈન્દુ મલ્હોત્રાનો સમાવેશ કરાયો છે.

ભારતીય દંડ સહિતાની કલમ ૩૭૭ હેઠળ આજીવન કેદ અવા ૧૦ વર્ષ સુધીની જોગવાઈ છે અને અપવાદરૂપ કિસ્સામાં પોલીસ એલજીબીટીના સમુદાયને હેરાન કરવા અને ડરાવવા માટે આ કાયદાનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. જુલાઈ ૨૦૦૯માં દિલ્હી હાઈકોર્ટે કલમ ૩૭૭ હેઠળ ગે સેકસને સમંતીથી પુખ્તવયના લોકો વચ્ચે સમલૈંગીકતાને માન્યતા આપી હતી પરંતુ ડિસેમ્બર ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયની વિરુધ્ધમાં કહ્યું હતું કે, ગે સેકસ ફોજદારી ગુનો છે. જો કે સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ના સંદર્ભમાં ગોપનીયતાને અધિકાર માન્યો હતો.

લેંગીક અભિગમ હેઠળ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, ઓળખ આવશ્યક ઘટક છે અને લેસબીયન, ગે, બાયસેકયુઅલ અને ટ્રાન્સઝેન્ડર વસ્તીના અધિકાર બંધારણીય સીધ્ધાંત પર આધારીત વાસ્તવિક અધિકારો છે. જેમાં સરકારે પણ ટેકો આપ્યો હતો અને કેન્દ્રીય પ્રધાન અ‚ણ જેટલીએ કહ્યું હતું કે, જયારે લાખો લોકોને દુનિયામાં વૈકલ્પીક લૈંગીક પસંદગી હોય ત્યારે તેને જેલની સજા થવી જોઈએ તેવું પ્રસ્તાવ કરવામાં મોડુ થયું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પી.ચિદમ્બરમ્, શશી થરૂર, તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેકો બ્રાયન, સીપીઆઈએમના બ્રિદા કરાટ અને આમ આદમી પાર્ટીએ પણ એલજીબીટી સમુદાયને ટેકો આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.